________________
૧૪૮
સૂત્રસંવેદના-૩
કારણે જીવ ચીકણાં કર્મ બાંધી દુર્ગતિના દુઃખનું ભાજન બને છે. આથી આ રાગ નામના કષાયને ઊગતો જ ડામવો જોઈએ. તે માટે રાગનાં નિમિત્તોથી સદા સાવધ રહેવું જોઈએ, અનિત્ય, અશરણ અને અશુચિ આદિ ભાવનાઓથી મનને ભાવિત કરવું જોઈએ. આવું થશે તો રાગ નામના પાપથી બચી શકાય તેવું છે, બાકી આ પાપથી બચવું બહુ અઘરું છે.
રાગના કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ: એમ ત્રણ પ્રકારો છે. ૧ - કામરાગ: સ્કૂલ વ્યવહારથી સ્પર્શેન્દ્રિયનું સુખ જેનાથી પ્રાપ્ત થાય તેવી સજાતીય કે વિજાતીય વ્યક્તિ પ્રત્યેના રાગને કામરોગ કહેવાય છે, અને વાસ્તવિકતાની દૃષ્ટિથી પાંચે ઈન્દ્રિયોની સામગ્રી કે તેને મેળવી આપનારી વ્યક્તિ પ્રત્યેનો રાગ તે કામરાગ કહેવાય છે.
૨. સ્નેહરાગઃ કોઈપણ પ્રકારના સ્વાર્થ કે અપેક્ષા વિના માત્ર લોહીના સંબંધના કારણે કે ઋણાનુબંધના કારણે ભાઈ, બહેન, માતા-પિતા, પુત્ર, પુત્રી કે મિત્ર આદિ પ્રત્યે જે રાગ પ્રવર્તે છે, તેને ખેહરાગ કહેવાય છે. જે રાગમાં કોઈ સ્વાર્થ કે અપેક્ષા પ્રવર્તતી હોય તે વાસ્તવમાં સ્નેહરાગ નથી કહેવાતો, પણ પરિચિત કે અપરિચિત કોઈપણ વ્યક્તિને જોઈને કોઈપણ અપેક્ષા વગર મન એની તરફ ખેંચાય કે ભીનું થાય તેને સ્નેહરાગ કહેવાય છે.
૩ - દૃષ્ટિરાગ કુપ્રવચનમાં, ખોટા સિદ્ધાંતમાં કે મિથ્યામતોમાં આસક્તિ કે પોતાની ખોટી માન્યતાનો આગ્રહ તે દૃષ્ટિરાગ છે; તથા વિવેક વિહોણો સ્વદર્શનનો રાગ પણ ક્યારેક દૃષ્ટિરાગ બને છે. વળી, રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારનો હોય છે.
અનંત ગુણના ધારક અરિહંત પરમાત્મા ઉપર કે ગુણવાન ગુરુભગવંત ઉપર કે ગુણસંપન્ન કલ્યાણમિત્રતુલ્ય કોઈના પણ ઉપર ગુણપ્રાપ્તિના ઉપાયરૂપે કરાતો વિવેકપૂર્વકનો રાગ એ ગુણરાગ હોઈ પ્રશસ્ત રાગ કહેવાય છે; કેમ કે એ રાગ સંસારના રાગને ઘટાડનારો છે. રાગ સર્વથા હેય છે અને વીતરાગ અવસ્થા જ પ્રાપ્તવ્ય છે, છતાં પણ રાગને તોડવા પ્રશસ્ત રાગ સાધનરૂપ છે. આથી મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કહે છે કે,
13A- રાગની પ્રશસ્તતા/અપ્રશસ્તતા સંબંધી વિશેષ વિચારણા માટે સૂત્ર સંવેદના-૪ ‘વંદિતું'ની
ગાથા-૪ જોવી.