________________
સૂત્રસંવેદના-૩
કરી શકતા નથી. ક્યારેક તો સામી વ્યક્તિની યોગ્યતાનો વિચાર કર્યા વિના ધર્મોપદેશ આપવાથી હિતની ભાવનાથી કરેલ ધર્મોપદેશ પણ સામી વ્યક્તિને અનર્થના ખાડામાં પાડે છે. માટે જ શાસ્ત્રકારોએ ધર્મકથાનો અધિકાર સર્વને સોંપ્યો નથી.
પહેલા ચાર પ્રકારનો સ્વાધ્યાય મુખ્યત્વે સ્વાત્મકલ્યાણ માટે છે, જ્યારે આ ધર્મકથા' નામનો સ્વાધ્યાય સ્વકલ્યાણ ઉપરાંત વિશિષ્ટ પ્રકારે પરકલ્યાણનો સાધક છે. પહેલા ચાર પ્રકારના સ્વાધ્યાય દ્વારા તત્ત્વને આત્મસાત્ કરી, જેઓ ધર્મદેશના આપે છે, તેઓ વિપુલ કર્મનિર્જરા કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “જિનકલ્પી જિનકલ્પ સ્વીકારીને જે કર્મનિર્જરા કરે તેના કરતાં અધિક કર્મનિર્જરા અમોઘદેશનાલબ્ધિધારી દશપૂર્વીને થાય છે.'
૫. સાપ - ધ્યાન, મનની એકાગ્રતા. કોઈ પણ વિષયમાં મનને એકાગ્ર કરવું, તેનું નામ “ધ્યાન' છે, અથવા સુદઢ આત્મવ્યાપારને પણ ધ્યાન' કહેવાય છે. તેના ચાર પ્રકાર છેઃ આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તેમાંનાં પ્રથમ બે ધ્યાન કર્મનો બંધ કરાવી જીવને તિર્યંચ અને નરકગતિમાં લઈ જાય છે, અને તે સંસારનાં કારણ છે. જ્યારે અંતિમ બે ધ્યાન પુણ્યબંધ દ્વારા મનુષ્યગતિ અને દેવગતિરૂપ સદ્ગતિનું અને કર્મની નિર્જરા કરાવીને સિદ્ધિગતિનાં કારણ બને છે. શુભધ્યાન લાંબા સમયથી ભેગાં કરેલાં અનંતાં કર્મોનો તે ક્ષણે જ નાશ કરે છે. આથી છેલ્લાં બે ધ્યાનનો સમાવેશ અભ્યતર તપમાં કરેલો છે.
શાસ્ત્રોમાં મોક્ષપ્રાપ્તિના અનેક ઉપાયો દર્શાવ્યા છે, પરંતુ તે સર્વમાં શ્રેષ્ઠ ઉપાય આ ધ્યાન છે; કેમ કે તપ, જપ, સંયમ આદિ કાંઈપણ ન હોય, છતાં જો શુભધ્યાન લાધી જાય તો મરુદેવા માતા અને ભરત ચક્રવર્તી વગેરેની જેમ મોક્ષ મળી શકે છે. તેનો મતલબ એ નથી કે તપ, જપ આદિ નકામાં છે, પરંતુ તે સર્વે પણ ધ્યાનને પ્રાપ્ત કરાવીને જ મોક્ષ સુધી પહોંચાડી શકે છે. તેથી ધ્યાન અવશ્ય મોક્ષ અપાવે એવું મોક્ષનું સાક્ષાત્ કારણ મનાય છે.
59 - સુપ્પવરવીવાર નિરોદો વ વિજ્ઞમMIi |
સાઈ વર માં ૩ વિનોદમેત્ત ૫ રૂ૦૭ • - વિશેષ આવશ્યક ભાષ્ય સુદઢ પ્રયત્નપૂર્વકનો વ્યાપાર અને વિદ્યમાન કરણોનો નિરોધ, એ ધ્યાન કહેવાય છે, પરંતુ ચિત્તનિરોધ માત્ર નહિ.