________________
વાણંમિ હંસણમ્મિ સૂત્ર
૩ - પરાવર્તના : વાચના અને પૃચ્છના દ્વારા જાણેલા શાસ્ત્રભાવોને આત્મસ્થ કરવા, અને તેને અનુરૂપ જીવનવ્યવહાર બનાવવા, તે શાસ્ત્રવચનોનું અને અર્થનું પુનઃ પુનઃ રટણ કરવું તે ‘પરાવર્તના’ નામનો સ્વાધ્યાય છે. આવા ભાવોથી રહિત, માત્ર શબ્દો બોલી જવા કે ગાથાઓ ગગડાવી જવી, તે વ્યવહારથી પુનરાવર્તન નામનો સ્વાધ્યાય હોવા છતાં લક્ષ્યને સિદ્ધ કરતો ન હોવાથી તે વાસ્તવમાં ‘પરાવર્તના' નામનો સ્વાધ્યાય નથી.
૮૩
૪ અનુપ્રેક્ષા : ‘અનુ’ એટલે પાછળથી અને ‘પ્રેક્ષા' એટલે પ્રકર્ષથી જોવું અર્થાત્ અધ્યયન કરેલા વિષયને પાછળથી દરેક બાજુથી ઊંડાણપૂર્વક વિચારવો, તે ‘અનુપ્રેક્ષા’ નામનો સ્વાધ્યાય છે.
પરાવર્તના દ્વારા સ્થિર થયેલાં શાસ્ત્રવચનો ઉપર અનુપ્રેક્ષા કરવાથી નવી જ દૃષ્ટિનો ઉઘાડ થાય છે. તેનાથી શાસ્ત્રનાં રહસ્યો હાથમાં આવે છે, આંતરશત્રુઓનું અવલોકન થઈ શકે છે, તેના નાશના ઉપાયો જડી આવે છે અને મોક્ષમાર્ગનું દર્શન થાય છે. પરિણામે મોક્ષમાર્ગે પ્રવર્તન વેગવંતુ બને છે.
શાસ્ત્રવચનોની અનુપ્રેક્ષા કરી ઘણા ભાવો જાણવા છતાં પણ જો કષાયોનો નાશ કરે એવા આત્મઉપયોગી ભાંવો ન જાણી શકાય તો આત્મહિત થઈ શકતું નથી. તેથી તેવી આત્મહિતથી નિરપેક્ષ એવી અનુપ્રેક્ષા સ્વાધ્યાય સ્વરૂપ બની શકતી નથી. પરાવર્તના કરતાં પણ અનુપ્રેક્ષા વધારે ફળદાયી છે. પરાવર્તન માટે શારીરિક શક્તિ જરૂરી છે, અનુપ્રેક્ષા તો શરીરની શક્તિ ક્ષીણ થાય તોપણ થઈ શકે છે.
૫ - ધર્મકથા : અનુપ્રેક્ષાથી સ્પષ્ટ થયેલા ભાવોને, પોતાના કે અન્યના હિત માટે યોગ્ય આત્માઓની સમક્ષ પ્રગટ કરવા, તે ‘ધર્મકથા’ નામનો સ્વાધ્યાય છે.
પૂર્વના ચારે પ્રકારના સ્વાધ્યાય દ્વારા શાસ્ત્રવચનને પરિણામ પમાડી જેઓ સ્વયં ગીતાર્થ બન્યા છે, વળી ચોક્કસ પ્રકારની યોગ્યતાના કારણે ગુરુએ જેમને ધર્મોપદેશ આપવાનો અધિકાર સોંપ્યો છે, તે જ મહાત્મા ‘ધર્મકથા’ નામનો સ્વાધ્યાય કરવાના અધિકારી છે; કેમ કે તેઓ કયા જીવને, ક્યારે શું કહેવાથી ફળ મળશે તે સારી રીતે જાણી શકે છે, અને તેથી તેઓ શ્રોતાની યોગ્યતાઅયોગ્યતાનો નિર્ણય કરી તદનુસાર ધર્મકથા કરે છે. આ રીતે તેઓ અન્યને ધર્મમાર્ગમાં સારી રીતે સહાયક બની શકે છે.
અધિકાર પ્રાપ્ત કર્યા વિના જેઓ ધર્મોપદેશ કરે છે, તેઓ સ્વ-પરનું હિત