________________
૯૪
સૂત્રસંવેદના-૩
૪. શરીર સંબંધી પૃચ્છા કર્યા પછી સંયમયાત્રા વિશે પૃચ્છા કરે છે, તે “સંયમયાત્રાપૃચ્છા' નામનું ચોથું સ્થાન છે.
૫. સંયમપૃચ્છા કર્યા પછી ગુરુની ઇન્દ્રિયો અને મનના સંયમ વિશે પૃચ્છા કરે છે, તે યાપનાપૃચ્છા” નામનું પાંચમું સ્થાન છે.
૬. આ દરેક પ્રશ્નના ઉત્તર સાંભળી શિષ્ય અત્યંત આદ્યાદિત થાય છે. તે જાણે છે કે ગુણવાન ગુરુની કોઈપણ પ્રકારે થયેલી આશાતના ઘોર પાપકર્મોનો બંધ કરાવે છે, પરિણામે દુર્ગતિની પરંપરા સર્જાય છે. આવું ન થાય તે માટે અજ્ઞાનથી, અવિવેકથી, કષાયની પ્રબળતાથી કે અન્ય કોઈ પણ કારણસર દિવસ દરમ્યાન ગુરુની કોઈપણ પ્રકારની આશાતના થઈ હોય તો શિષ્ય તે અપરાધની આત્મસાક્ષીએ નિંદા કરે છે, ગુરુ સમક્ષ ગર્લા (વિશેષ નિંદા) કરે છે, પુનઃ પોતે તેવું પાપ નહીં જ કરે એવો સંકલ્પ કરે છે, અને પોતાની આવી પાપી અવસ્થાનો ત્યાગ કરે છે (વોસિરાવે છે). આ “અપરાધક્ષમાપના' નામનું છઠું સ્થાન છે. આ સ્થાનથી આ સૂત્ર સમાપ્ત થાય છે. '
આ રીતે છ વિભાગમાં વહેંચાયેલ આ સંપૂર્ણ સૂત્ર સામે જો નજર કરવામાં આવે તો ખ્યાલ આવે કે જૈનશાસનની આ એક નાની ક્રિયામાં પણ કેટલું ઊંડાણ છે, વિનયનું કેવું આગવું સ્થાન છે અને ચિત્તશુદ્ધિનું કેટલું મહત્ત્વ છે.
આ સૂત્રનો ઉપયોગ દ્વાદશાવર્ત વંદન કરવા પ્રતિક્રમણઆદિ ક્રિયાઓમાં અનેક વાર કરવામાં આવે છે. વંદન માટે જ્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે, ત્યારે વિશેષ પ્રકારના વિનયના ઉપદર્શન માટે તે બે વાર બોલાય છે. તેમાં પ્રથમ વંદન કરતાં અવગ્રહમાંથી બહાર નીકળતાં, “આવસ્તહિ સામાચારી'નો સૂચક ‘માવસિંગાપુ' શબ્દનો પ્રયોગ થાય છે, જ્યારે બીજા વંદનમાં આ શબ્દનો પ્રયોગ થતો નથી.
આ સૂત્રનું વિવેચન આવશ્યકનિયુક્તિ, ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોના આધારે કરેલ છે. વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ ત્યાંથી જોવું.