________________
૪૮
સૂત્રસંવેદના-૩
અવતરણિકા :
જ્ઞાનાચાર પછી હવે દર્શનાચારને જણાવે છે -
ગાથા : निस्संकिअ निक्कंखिअ निवितिगिच्छा अमूढदिट्ठी अ । उववूह-थिरीकरणे, वच्छल्ल-पभावणे अट्ठ ।।३।। સંસ્કૃત છાયા : निःशङ्कितं निष्कांक्षितं निर्विचिकित्सा अमूढदृष्टिश्च ।
उपबृंहा-स्थिरीकरणे, वात्सल्य-प्रभावने अष्ट ।।३।। ગાથાર્થ :
નિઃશંકતા, નિષ્કાંક્ષિતા, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિતા, ઉપવૃંહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના : એમ આઠ પ્રકારનો (દર્શનાચાર) છે. વિશેષાર્થ :
સદ્ગુરુના મુખે શાસ્ત્રશ્રવણ કરતાં સંસારની વિચિત્રતાનું ભાન થાય છે અને આત્મહિતની ઈચ્છા જાગૃત થાય છે ત્યારે, અપ્રત્યક્ષ એવા આત્મહિતના પથ ઉપર પગ માંડવો કઈ રીતે ?તે મોક્ષેચ્છુ આત્મા માટે મહામૂંઝવણનો વિષય હોય છે; કેમ કે, આત્મહિતની વાતો કરનારા આ જગતમાં ઘણા છે, પરંતુ રાગ, દ્વેષ અને અજ્ઞાનથી ભરેલા તેઓ પોતે જ જ્યારે અપ્રત્યક્ષ એવા આત્માને જોતા કે જાણતા નથી, તો તેઓ અન્યને આત્મહિતનો માર્ગ કઈ રીતે બતાવી શકે? આત્મકલ્યાણનો માર્ગ તે જ જોઈ શકે છે અને બતાવી શકે છે કે જેણે રાગ, દ્વેષ અને અજ્ઞાનનો નાશ કર્યો હોય અને જેઓ સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ બન્યા હોય.“આથી જ આત્મહિત માટે “જિનેશ્વરે જે કહ્યું છે તે જ સત્ય છે, તેવી દૃઢ શ્રદ્ધા રાખવી તે સમ્યગ્દર્શન છે. 12 - शासनात्त्राणशक्तेश्च, बुधैः शास्रं निरुच्यते । वचनं वीतरागस्य, तत्तु नान्यस्य कस्यचित् ।।१२।। वीतरागोऽनृतं नैव, ब्रूयात्तद्धत्वभावतः । यस्तद्वाक्येष्वनाश्वास-स्तन्महामोहजृम्भितम् ।।१३।।
- અધ્યાત્મ ઉપનિષદ્ અધિકાર-૧ 13- તમેવ સર્જી નિસંર્ષ નં નિર્દિ વેફર્વ |
- આચારાંગ સૂત્ર 14 - તત્ત્વાર્ધશ્રદ્ધાનું સગર્શનમ્ !
- તત્વાર્થ. ૨-૨ ||