________________
વાણંમિ હંસણમ્મિ સૂત્ર
અદૃવિદો નાળમાયારો - (એમ) આઠ પ્રકારના જ્ઞાનના આચારો છે.
આ પ્રમાણે જ્ઞાનના આઠે આચારોના પાલનપૂર્વક શાસ્ત્રજ્ઞાનમાં પ્રયત્ન કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે, તેનાથી જ્ઞાનગુણની વૃદ્ધિ થાય છે અને માષતુષમુનિ આદિની જેમ જીવ છેક કેવળજ્ઞાન સુધી પણ પહોંચી શકે છે. બીજી તરફ આ આચારપાલનમાં પ્રમાદ કરવાથી અથવા આચારોના પાલન વિના જ શાસ્ત્રજ્ઞાન મેળવવા માટે મહેનત કરવાથી, કદાચ શાસ્ત્રના શબ્દ-અર્થનું જ્ઞાન થઈ જાય, તોપણ પ્રાયઃ ક૨ીને તેનાથી શાસ્ત્રના પરમાર્થ સુધી પહોંચી શકાતું નથી, આત્મપરિણતિને નિર્મળ કરી શકાતી નથી, નિજાનંદની મોજ માણી શકાતી નથી. માટે શ્રુતજ્ઞાનના સહારે જેણે આત્માનો આનંદ માણવો હોય, તેણે શાસ્ત્રમાં જણાવેલા આઠ આચારોના પાલનપૂર્વક જ શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ.
પ્રતિક્રમણની ક્રિયા કરતા સાધકે આ ગાથા બોલતાં વિચારવું જોઈએ, કે
“જે જ્ઞાનના સહારે મારે મારા દોષોને જોવાના છે, જેના સહારે મારે મારા આત્માને શુદ્ધ કરવાનો છે, તે જ્ઞાનપ્રાપ્તિનો ઉપાય જ્ઞાનના આ આચારો છે. આ આચારો મારા જ્ઞાનગુણને પ્રગટ કરવાનું સાધન છે તેમ હું જાણું છું, તોપણ આ આચારોમાં ક્યાંક ચૂકી ગયો છું, તે મારાથી બહુ ખોટું થયું છે. જ્ઞાન અને જ્ઞાનાચારની આશાતનાના દુરંત ફળથી બચવા આજના દિવસમાં મારી જે પણ ભૂલો થઈ હોય તેને યાદ કરી તેની હું નિંદા કરું છું, ગર્હા કરું છું અને તે રીતે મારાથી થઈ ગયેલા પાપથી પાછા વળવાનો પ્રયત્ન કરું છું.”
૪૭