________________
સૂત્રસંવેદના-૩
જે સંદર્ભમાં જે અર્થ10 થતો હોય તે અર્થને બરાબર સમજવો. અર્થ સમજવો એટલે માત્ર શબ્દાર્થ સમજવો તેમ નહિ, પરંતુ શબ્દાર્થ અને ભાવાર્થ દ્વારા છેક ઐદંપર્યાર્થ, તાત્પર્યાર્થ સુધી પહોંચવા પ્રયત્ન કરવો. સમજેલા તાત્પર્યાર્થને જીવનમાં એ રીતે ઉતા૨વો કે જેનાથી સંયમાદિ ગુણોની વૃદ્ધિ થાય. આ રીતે અર્થ માટે થતું આચરણ તે સાતમો જ્ઞાનાચાર છે. અર્થની વિચારણા વગર એમ ને એમ સૂત્રો બોલી જવાં એ અથવા અર્થભેદ કરવો તે ‘અર્થ’વિષયક જ્ઞાનનો અતિચાર છે.
૪૬
૮. તનુમ - શબ્દશુદ્ધિ સાથે અર્થશુદ્ધિ જાળવી શ્રુતાભ્યાસ કરવો એ ‘તદુભય’ નામનો જ્ઞાનનો આઠમો આચાર છે.
ઘણીવાર સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ હોય પરંતુ અર્થની વિચારણા ન હોય, તો કોઈકવાર અર્થની વિચારણા હોય પણ સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ ન હોય, તો જ્ઞાનવિષયક તદુભયાચાર થઈ શકતો નથી. માટે તદુભયાચાર પાળવાની ઈચ્છાવાળા સાધકે સૂત્ર અને અર્થ બન્નેને સ્વનામવત્ (પોતાના નામની જેમ) એવા સ્થિર ક૨વા જોઈએ કે શબ્દ બોલતાં જ તુરંત તેનો અર્થ-ભાવાર્થ સ્પષ્ટ થાય, એ જ રીતે અર્થની વિચારણા કરતાં તરત જ સૂત્ર ઉપસ્થિત થાય. આ રીતની સૂત્રાર્થની ઉપસ્થિતિ તે જ્ઞાનાચારનો તદુભય નામનો આઠમો આચાર છે, અને બેમાંથી એકની પણ શુદ્ધિ ન સાચવવી તે ‘તદુભય’ વિષયક જ્ઞાનાચારનો અતિચાર છે.
શાસ્ત્રમાં તો કહ્યું છે કે સૂત્રના એક પદનું પણ ઉચ્ચારણ11 ખોટું થાય તો અર્થ ખોટો થાય, અને અર્થ ખોટો થાય તો ક્રિયા ખોટી થાય. ક્રિયા ખોટી થાય તો મોક્ષની પ્રાપ્તિ ન થાય. જો ક્રિયાથી મોક્ષ પ્રાપ્ત ન થાય તો સાધુ કે શ્રાવકનાં તપાદિ કષ્ટદાયક અનુષ્ઠાનો પણ નિરર્થક પુરવાર થાય. આનાથી શુદ્ધ ઉચ્ચારણ અને શુદ્ધ લેખન કેટલું બધું મહત્ત્વનું છે, તેનો ખ્યાલ આવી શકે છે.
10 - એક જ શબ્દનો અર્થ કરતાં આગળ-પાછળનો સંદર્ભ વિચારવામાં ન આવે તો અર્થના બદલે અનર્થ થઈ જતો હોય છે. જેમ કે નરવૃષમ - મનુષ્યમાં શ્રેષ્ઠ. આવો અર્થ શાસ્ત્રમાં સંમત હોય, પરંતુ સંદર્ભનો વિચાર કર્યા વિના કોઈ તેનો અર્થ ‘માણસમાં બળદ’ – આવો કરે તો તે યોગ્ય નથી.
11 - तत्र व्यञ्जन्त्यर्थमिति व्यञ्जनानि अक्षराणि तेषामन्यथाकरणे न्यूनाधिकत्वे वाऽशुद्धत्वेनानेके महादोषा महाशातनासर्वज्ञाज्ञाभङ्गादयः, तथा व्यञ्जनभेदेऽर्थभेदस्तद्भेदे च क्रियाभेदः क्रियाभेदे च मोक्षाभावः तदभावे च निरर्थकानि साधु- श्राद्ध-धर्माराधन - तपस्तपनोपसर्गसंहनादिकष्टानुष्ठानान्यपि ।
- આચારપ્રદીપ
-