________________
વાણંમિ દંસણમિ સૂત્ર
૪૫
પ્રસિદ્ધ ન હોય તો તેમનો અપલાપ કરી પોતાના ગૌરવ માટે વિદ્યાદાતા તરીકે કોઈ યુગપ્રધાન આદિ મોટા માણસનું નામ આપવું અથવા “હું સ્વયં જ ભણ્યો
છું,' તેમ કહેવું, તે જ્ઞાનાચારવિષયક અતિચાર છે. ગુરુનો અપલાપ કરનાર નિર્નવ ગણાય છે. ગુરુનો અપલાપ કરવાથી મહાપાપ લાગે છે. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “એક અક્ષરનું પણ પ્રદાન કરનાર ગુરુને જે માનતો નથી, તેને સો વાર કૂતરાની યોનિમાં ઉત્પન્ન થઈ ચાંડાલ આદિની યોનિમાં પણ જન્મ લેવો પડે છે. આથી આ “
નિહ્નવ” નામના અતિચારથી બચવા ખાસ સાવધાન રહેવું જોઈએ.
આ અતિચારથી બચવા ગુરુના અપલાપની જેમ શ્રુતનો પણ અપલાપ ન કરવો જોઈએ. જેટલું શ્રુત ભણ્યા હોઈએ તેટલું જ કહેવું જોઈએ. તેનાથી ન્યૂન કે અધિક પણ ન કહેવું જોઈએ.
૬. વંગ - શબ્દના શુદ્ધ ઉચ્ચારણપૂર્વક શ્રુતાભ્યાસ કરવો એ “વ્યંજન” નામનો જ્ઞાનનો છઠ્ઠો આચાર છે.
વ્યજ્યો અને ૩: તિ વ્યન” જેનાથી અર્થ પ્રગટ થાય તે વ્યંજન. આ રીતે તમામ અક્ષરો વ્યંજન કહેવાય. જે શાસ્ત્ર કે સૂત્ર ભણવામાં આવે, તેના એકેક અક્ષરનું ઉચ્ચારણ કે લખાણ શુદ્ધ હોવું જોઈએ. કાનો, માત્રા, અનુસ્વાર, લઘુ/ગુરુ કે પદચ્છેદ આદિમાં ક્યાંય અશુદ્ધિ ન રહેવી જોઈએ; કેમ કે, અશુદ્ધ લખાણ કે અશુદ્ધ ઉચ્ચાર અર્થનો અનર્થ કરે છે. જેમ કે, “ગથીયતામ્' નો અર્થ છે “ભણાવો', અને અનુસ્વાર વધારીને બોલવાથી “થીયતામ્' બને, અને તેનો અર્થ “તેને આંધળો કરી નાખો' એવો થાય. એક અનુસ્વાર કે માત્રા આદિનો વધારો કે ઘટાડો, ઘણા અર્થનો અનર્થો કરે છે. માટે શાસ્ત્ર ભણીને જેણે શાસ્ત્રવચનોને પરિણામ પમાડવાની ઈચ્છા હોય, તેણે સૌ પ્રથમ સદ્ગુરુભગવંત પાસે પ્રત્યેક સૂત્રનો શુદ્ધ શબ્દોચ્ચાર કરતાં શીખવું જોઈએ, તો જ વ્યંજનવિષયક જ્ઞાનના છઠ્ઠા આચારનું પાલન થાય છે, અને અશુદ્ધ ઉચ્ચારણ કે લખાણ કરવાથી વ્યંજન” વિષયક જ્ઞાનનો અતિચાર લાગે છે.
૭. સત્ય - અર્થને સમજવાપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવો, તે “અર્થ' નામનો સાતમો આચાર છે.
સૂત્રનો અભ્યાસ કર્યા બાદ, સદ્ગુરુભગવંત પાસેથી જે સૂત્રનો કે શબ્દનો જ્યાં