________________
૬૮
સૂત્રસંવેદના-૩ .
અવતરણિકા :
તપની સામાન્ય વાતો કર્યા પછી હવે બાહ્યતાનું વર્ણન કરતાં કહે છે – ગાથા :
अणसणमूणोअरिआ, वित्ती-संखेवणं रस-शाओ। .
काय-किलेसो संलीणया य बज्झो तवो होइ ।।६।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ
અનશનમ્ કનોરિક્ષ, વૃત્તિ-સંક્ષેપળે રસ-ત્યા : |
વાય-: સંત્રીનતા , વાર્દ તપ: મવતિ ચાદ્દા ગાથાર્થ
અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સલીનતા : એ છે પ્રકારનો બાહ્ય-તપ છે. વિશેષાર્થ :
૨. સામ્ - દેશથી કે સર્વથી આહારનો ત્યાગ કરવો તે “અનશન” નામનો પ્રથમ બાહ્ય તપ છે.
મુમુક્ષુ આત્મા સમજે છે કે આહાર લેવો તે પોતાનો સ્વભાવ નથી, તોપણ આત્મા જ્યાં સુધી શરીર સાથે સંલગ્ન છે, ત્યાં સુધી સાધનામાં સહાયક શરીરને ટકાવવા આહારની જરૂર પડે છે. અનાદિઅભ્યસ્ત “આહાર સંજ્ઞા” ના કારણે આહાર લેતાં રાગ-દ્વેષનો પરિણામ પ્રગટ થાય છે. પ્રગટ થયેલા આ રાગ-દ્વેષના પરિણામથી બચવા શક્ય પ્રયત્ન આહારનો ત્યાગ કરવો ઉચિત છે. આમ વિચારી સર્વથા કે આંશિક આહારનો ત્યાગ કરવો તે અનશન તપ” કહેવાય છે.
36. સંજ્ઞા એટલે સમજણ, અભિલાષા વગેરે અર્થાતુ અનાદિકાળથી આત્માને લાગેલું પૌગલિક
વાસનાઓનું બળ. તેના ચાર ભેદ છે : ૧ - સુધાવેદનીય કર્મના ઉદયથી થતી આહારની અભિલાષા તે “આહાર સંજ્ઞા' ૨ - ભયમોહનીય કર્મના ઉદયથી ભય લાગે તે “ભયસંજ્ઞા....૩ - વેદમોહનીય કર્મના ઉદયે મૈથુનની અભિલાષા જાગે તે “મૈથુનસંજ્ઞા' અને ૪ - તીવ્ર
લોભના ઉદયે જડ પદાર્થોમાં મૂચ્છ (મમત્વ) થાય તે “પરિગ્રહસંજ્ઞા.” 37 . શન મનરાનમ્ આહારત્યા ત્યર્થ - - દ. 4. નિર્યુક્તિ ગાથા-૪૦ની હારિભદ્રીય વૃત્તિ