________________
૧૫૭
અઢાર પાપસ્થાનક સૂત્ર
તે આત્મિક સુખને પામવા ઈચ્છતો નથી, પરંતુ તેમનો ઉપયોગ તે ભૌતિક સુખના માર્ગે જ કરે છે. વળી, તે ક્યારેક ધર્મ કરે છે તોપણ માત્ર આલોક-પરલોકના કાલ્પનિક સુખ ખાતર કરે છે, પરંતુ આત્માના સુખ માટે કે આત્માના આનંદ માટે કરતો નથી.
જેમ શલ્યવાળા સ્થાનમાં બનાવેલી સુંદર ઈમારત પણ જીવને સુખ આપતી નથી, તેમ અંદરમાં રહેલું મિથ્યાત્વ નામનું શલ્ય જીવને સાચા સુખનો આસ્વાદ ક૨વા દેતું નથી. આત્મામાં પડેલો આ મિથ્યાત્વનો કાંટો જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી જીવને કોઈપણ પાપ વસ્તુત: પાપરૂપ લાગતું નથી, પાપમય સંસાર અસાર લાગતો નથી અને કર્મના કારણે ભવભ્રમણની અનેક વિડંબણાઓ ભોગવવી પડશે એવું પણ તેને લાગતું નથી. પરિણામે તે કર્મબંધ પ્રત્યે સાવધ રહેતો નથી અને હિંસા તથા અન્ય પાપોથી અટકતો નથી, આત્મા માટે ઉપકારક સુદેવની સુદેવરૂપે ભક્તિ કરતો નથી, સુગુરુને શોધી તેમની પાસેથી સાચા સુખનો રાહ સમજતો નથી, ધર્મનો ઉપયોગ પણ સંસારથી મુક્ત થઈ મોક્ષ મેળવવા કરતો નથી. આથી શાસ્ત્રકારે સૌથી મોટું પાપ મિથ્યાત્વ માન્યું છે; કેમ કે તે સર્વ પાપોનું મૂળ છે, સર્વ દુઃખોનું કારણ છે અને સંસારના સર્જનમાં સૌથી મોટો ફાળો તેનો છે. સૌથી મોટી સ્થિતિવાળું કર્મ બંધાવનાર પણ આ મિથ્યાત્વ જ છે. કર્મના પ્રવાહને વહેતો રાખવાનું કામ આ મિથ્યાત્વશલ્ય જ કરે છે. આ કારણથી સદ્ગુરુના શરણને સ્વીકારી, શાસ્ત્રનો અભ્યાસ કરી સૌ પ્રથમ આ મિથ્યાત્વને ઓળખવા અને નિર્મૂળ કરવા પ્રયત્ન ક૨વો જોઈએ અને તેને દૂ૨ ક૨વું જોઈએ.
આ પદ બોલતાં અનાદિકાળથી આત્મામાં ઘર કરી ગયેલ આ કાંટાને ખૂબ જ સ્પષ્ટ રીતે ઓળખી, દિવસ દરમ્યાન જીવનવ્યવહારમાં સૂક્ષ્મ યા સ્થૂલ રીતે આ પાપ ક્યાં પ્રવર્તી રહ્યું છે, તેને જોઈ-જાણી, તે પાપ પ્રત્યેનો તિરસ્કારભાવ પ્રગટાવી, તેની નિંદા, ગહ ક૨વાની છે અને પ્રતિક્રમણનો પરિણામ પેદા કરી પાપ કરવાની વૃત્તિથી મુક્ત થઈને આત્માને નિર્મળ બનાવવાનો છે.
એ અઢાર પાપસ્થાનકમાંહિ માહરે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોધું હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
ઉપર નામોલ્લેખ દ્વારા જે પાપોનું વર્ણન ક૨વામાં આવ્યું છે, તે અઢા૨માંના