________________
સૂત્રસંવેદના-૩
આ સૂત્ર ખૂબ નાનું અને સરળ છે, પણ શાસ્ત્રકારોએ આ અદ્ભુત રચના દ્વારા આપણને અનેક જાતનાં દુ:ખોથી બચાવી લીધા છે. આવા સૂત્ર દ્વારા દુનિયાના એકે એક જીવને આપેલા ત્રાસનું ‘મિચ્છા મિ દુક્કડં' જો ન આપવામાં આવે તો કેવાં દુઃખ સહન કરવા પડશે તેની કલ્પના કરતાં પણ હૈયું કંપી ઊઠે; કેમ કે દુનિયાનો દસ્તૂર છે કે જીવ અન્યને જેવી પીડા આપે છે તેને ભવિષ્યમાં અનેકગણી તેવી પીડા ભોગવવી પડે છે.
૧૨૨
અરે ! કર્મસત્તાનો તો એવો નિયમ છે કે એકવાર કોઈ જીવને જેટલું દુઃખ આપ્યું હોય તેનાથી કમ સે કમ ૧૦ ગણું દુઃખ ભોગવવું પડે અને જો તેમાં ભાવની તીવ્રતા હોય તો ૧૦૦ ગણું, ૧૦૦૦ ગણું પણ દુ:ખ ભોગવવું પડે. મહામહોપાધ્યાયજી ભગવંતે પ્રથમ પાપસ્થાનકની સજ્ઝાયમાં કહ્યું છે કે,
*
‘હોએ વિપાકે દસ ગણું રે, એકવાર કીયું કર્મ; શત-સહસ કોડી ગ્રૂમે રે, તીવ્ર ભાવના મર્મ...૩
ઉપકાર તો પરમાત્માનો કે આવો દુઃખમુક્તિનો માર્ગ બતાવ્યો, અને ઉપકાર આ સૂત્રને રચનારા કોઈ અજાણ્યા મહાત્માનો, કે જેમણે પ્રભુના માર્ગને આવા સ૨ળ શબ્દોમાં ઢાળી આપણા સુધી પહોંચાડ્યો.
ગુજરાતી ભાષામાં રચાયેલા આ સૂત્રના રચિયતા કોણ છે ? તે ક્યારથી બોલવાનું શરૂ થયું ? તે અંગે કોઈ ઉલ્લેખ જોવામાં આવતો નથી. સ્થાનકવાસી સંપ્રદાયમાં પણ આ સૂત્ર બોલાય છે, માટે અનુમાનથી આ સૂત્ર ૫૦૦ વર્ષથી વધારે જૂનું હોવું જોઈએ.