Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સેનાદેવીના ઉદરમાં ભગવંતની ઉત્પત્તિ.
પર્વ ૩ . શુકલ અષ્ટમીને દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રમાને વેગ આવ્યો હતો તે સમયે સેનાદેવીના ઉદરમાં અવતર્યો. એ વખતે નારકીને જેને પણ ક્ષણવાર સુખ થયું, અને ત્રણે લોકમાં વિદ્યુતના જે ઉદ્યોત થઈ રહ્યો. રાત્રિના અવશેષ ભાગમાં સુતેલી સેનાદેવીએ પિતાના મુખકમળમાં પ્રવેશ કરતાં ચૌદ મહા સ્વપ્ન જોયાં. જાણે શરદુઋતુને મેઘ હોય તે ગર્જના - કરતો અને ઉજજળ મોટે ગજે, ફાટિક મણિના પર્વતના પથ્થરને જાણે મટે ગળે હોય તે નિર્મળ વૃષભ, કુંકુમની જેવી અતિ રકત કેસરાવાળે કેશરીસિંહ, બે હાથી જેને અભિષેક કરી રહ્યા છે તેવી લક્ષ્મીદેવી, સંધ્યાકાળના વાદળાની કાંતિને ચોરનારી પંચવણી પુની માળા, જાણે રૂપાનું દર્પણ હોય તે પૂર્ણ ચંદ્ર, અંધકારને નાશ કરનારૂં સૂર્યનું મંડળ, નાદ કરતી ઘુઘરીઓના જાળ અને પતાકાવાળો મહાવ્રજ, જેના મુખ ઉપર કમળનાં પુષ્પો ઢાંકેલાં છે એ સુવર્ણને જળપૂર્ણ કુંભ, વિકાસી કમળો વડે જાણે હસતું હોય તેવું મોટું પદ્મસરોવર, ઉંચા તરંગરૂપી હાથવડે જાણે નૃત્ય કરતો હોય તે ક્ષીરસમુદ્ર, જેનું પ્રતિમાન કેઈ ઠેકાણે જોવામાં આવતું નથી તેવું રત્નનિર્મિત વિમાન, પાતાળના ફધિરેને જાણે મણિસમૂહ હોય તે રત્નપુંજ અને પ્રાતઃકાળના સૂર્યની જે નિધૂમ અગ્નિ-આ પ્રમાણેનાં ચૌદ મહાસ્વપનને જોઈ દેવી જાગ્યાં, અને તરત જ રાજા સમીપે જઈ સ્વપ્નની હકીક્ત કહી. રાજાએ કહ્યું- હે દેવી ! આ સ્વપ્નના પ્રભાવથી તમને ત્રણલકને વંદન કરવા યોગ્ય પુત્ર થશે.”
આસનકંપથી ઈદ્રોઍ ત્રીજા તીર્થકરનું ચવન જાણ્યું, એટલે ત્યાં આવી સેનાદેવીને નમસ્કાર કરી સ્વપ્નના અર્થને કહેવા લાગ્યા કે “હે સ્વામિની !આ અવસર્પિણી કાળમાં જગ. તને સ્વામી અને ત્રીજા તીર્થકર એવા તમારે પુત્ર થશે. એવા સ્વપ્નના અર્થને સાંભળવાથી મેઘની ગર્જનાથી જેમ મયુરી હર્ષ પામે તેમ દેવી હર્ષ પામ્યાં, અને બાકીની રાત્રિ જાગ્રતપણામાંજ નિર્ગમન કરી. તે દિવસથી હીરાની ખાણ જેમ હીરાને અને અરણિનું વૃક્ષ જેમ અગ્નિને ધારણ કરે તેમ સેનાદેવીએ મેટા સત્વવાન અને પવિત્ર એવા ગર્ભને ધારણ કર્યો. ગંગાના જળમાં સુવર્ણકમળની જેમ દેવીના ઉદરમાં એ ગર્ભ ગૂઢ રીતે વધવા લાગ્યું. જેમ શરઋતુના સમયમાં સરસીના કમળ વિશેષ વિકાસ પામે છે તેમ તે વખતે દેવીની દ્રષ્ટિમાં વિશેષ વિકાસ જણાવા લાગ્યા ગર્ભના અનુભાવથી પ્રતિદિન દેવીના અંગમાં લાવણ્ય, સ્તનમાં પષ્ટતા અને ગતિમાં મંદતા અધિક અધિક વધવા લાગી. ફાલ્ગન માસની શુક્લ અષ્ટમીએ તે ગર્ભને ધારણ કરનાર દેવી મેઘના ગર્ભને ધારણ કરનાર આકાશની પેઠે જગતને હર્ષને માટે થયાં.
પછી નવમાસ અને સાડાસાત દિવસ ગયા ત્યારે માગસર માસની શુકલ ચતુર્દશીએ મૃગશિર નક્ષત્રમાં ચંદ્ર આવતાં, પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ જણાયુ અને રૂધિર વિગેરે દેષથી વર્જિત અને અશ્વિના લાંછનવાળા એવા સુવર્ણવણ પુત્રને દેવીએ જન્મ આપે. તે ક્ષણે ત્રણલેકમાં અંધકારને નાશ કરનાર ઉદ્યોત પ્રગટ થયો, નારકી પ્રાણીઓને પણ ક્ષણવાર સુખ થયું, સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાનમાં આવ્યા, સર્વ દિશાએ પ્રસન્ન થઈ રહી, સુખ
૧ પ્રતિબિંબ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org