Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૪) સંસારની અસારતા સંબંધી રાજાને થયેલ વિચાર
પર્વ ૩ જુ. પમાડે છે, સંગ્રહણીને વ્યાધિ સપડાવે છે, વિદ્રધિને રેગ રૂંધે છે, ખાંસીનું દરદ કલેશ પમાડે છે, શ્વાસને વ્યાધિ ભરપૂર થાય છે, અથવા ફૂલને રેગ ઉમૂલન કરી નાખે છે. આવા અનેક દોષથી પ્રાણી મૃત્યુ પામે છે; તથાપિ પશુની પેઠે મંદબુદ્ધિવાળે મનુષ્ય પિતાની સ્થિતિને શાવત માની પોતાના જીવિતવ્યરૂપ વૃક્ષનું ફળ લેવાને પ્રવત્તા નથી. એ મુબુદ્ધિવાળો પુરૂષ “ આ મારા ભાઈએ નઠારી સ્થિતિમાં છે, આ મારા પુત્ર અદ્યાપિ નાના છે, આ કન્યા હજુ કુંવારી છે, આ પુત્રને હજુ ભણાવવો છે, આ ભાર્યા હજુ નવેઢા છે, આ માતાપિતા વૃદ્ધ છે, આ સાસુસસરો ગરીબ સ્થિતિમાં છે અને આ બહેન વિધવા છે, એમ સર્વ પરિવાર નિરંતર પોતાને જ પાળવા યંગ્ય છે એવી ચિંતા કર્યા કરે છે, પણ તે પરિવાર પિતાને સંસારરૂપી સમુદ્રમાં ડુબાડવાને હૃદય પર બાંધેલી શિલા જે એમ જાણતો નથી, અને જ્યારે અંતકાળ આવે છે તે વખતે પણ એ જડ પુરૂષ પશ્ચાત્તાપ કરે છે કે “અરે ! અદ્યાપિ કાંતાના શરીરને આલિંગન કરવાના સુખથી હું તૃપ્ત થયો નથી, દૂધ વગેરે ખાદ્ય પદાર્થોથી પરાણે નથી, પુષ્પ સુંઘવાની મારી ઇચ્છા પૂરી થઈ નથી, મનોહર પદાર્થોને જેવાને મને રથ પૂરો થયે નથી, હજુ વણાયુક્ત વેશ્યાના ગીત સાંભળવાને આનંદ જરા પણ પામ્યું નથી, મારા કુટુંબને માટે હજુ ભંડાર ભરપૂર કર્યા નથી, આ જીણું ઘરને ઉદ્ધાર કરીને નવીન કરવું બાકી રહેલું છે. ઊંચી શિક્ષા આપેલા અા ઉપર હજી આરૂઢ થયે નથી. અને આ પલેટેલા બળદ ઉત્તમ રથ સાથે જોડ્યા પણ નથી. એવી રીતને પશ્ચાત્તાપ કરે છે, પણ મેં” ધર્મ કર્યો નથી એ જરાપણુ પશ્ચાત્તાપ કરતો નથી. આ સંસારમાં એક તરફ મૃત્યુ સદા તૈયાર થઈ રહેલું છે. એક તરફ અનેક પ્રકારના અપમૃત્યુ થયા કરે છે તરફ અનેક પ્રકારની વ્યાધિઓ થાય છે, એક તરફ ઘણી આધિ ઉપન્ન થાય છે, એક તરફ રાગદ્વેષાદિ શત્રુઓ નિત્ય ઉદ્યત થઈ રહ્યા છે, અને એક તરફ દુર્જનની પેઠે પ્રબળ કષાયો વિપત્તિ આપ્યા કરે છે, તેથી તેમાં મરૂદેશની પેઠે કંઈ પણ સુખકારી નથી, તે છતાં પ્રાણુઓ તેમાં સુખ કેમ માની રહે છે અને વૈરાગ્ય કેમ પામતા નથી ? સુતેલા સાણસ ઉપર જેમ અકસ્માતું રાત્રિ યુદ્ધ આવી પડે તેમ સુખાભાસથી મૂઢ થયેલા પ્રાણી ઉપર સદ્ય પ્રાણુને નાશ કરનાર કાળાશ આવી પડે છે, તેથી રાંધેલા અન્નનું ફળ જેમ ભેજન કરવું છે તેમ આ નાશવંત શરીરનું ફળ ધર્માચરણ છે. આ નાશવંત શરીરવડે અવિનાશી પદ મેળવવું સુલભ છે, તે છતાં મૂઢ પ્રાણુઓ તેને મેળવતા નથી, પણ હું તે આ શરીરવડે નિર્વાણસંપત્તિને ખરીદ કરવા અત્યંત ઉત્સાહ રાખીશ, અને આ રાજ્ય પુત્રને સેંપી દઈશ.”
આ પ્રમાણે નિશ્ચય કરી રાજાએ તત્કાળ દ્વારપાળને એકલી જેને કીતિ પ્રિય છે એવા પિતાના પુત્ર વિમલકીર્તાિને તેડાવ્યો. રાજકુમારે આવી પરમ ભકિતથી ઈષ્ટદેવની જેમ પોતાના પિતાના ચરણમાં પ્રણામ કર્યા. અને અંજલિ જેડી આ પ્રમાણે બોલ્યો-“પિતાજી ! કોઈ મોટી આજ્ઞા કરી પ્રસન્ન થઈ મારા ઉપર અનુગ્રહ કરો. તેમાં આ પુત્ર બાળક છે એવી શંકા રાખશે નહીં. આપ આજ્ઞા કરો કે તમારા કયા શત્રુરાજાની પૃથ્વી ખુંચવી લઉં ? કયા પહાડી રાજાને પર્વત સહિત સાધી આવું ? જલદુગમાં રહેલા કયા શત્રુને જલ સાથે વિનાશ કરૂં ? અથવા તે સિવાય બીજું પણ કઈ તમને શલ્યરૂપ હોય તે તે પણ કહો કે તેને તરત ઉખેડી નાખું. હું બાળક છતાં પણ તમારે પુત્ર હોવાથી દુઃસાધ્યને સાધવામાં સમર્થ છું, એ આપ પિતાજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org