Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૨) વિપુલવાહન રાજાનું વૃત્તાંત્
પર્વ ૩ જું વૃક્ષના અંકુરને ઉત્પન્ન કરનાર બીજ વાવે તેમ પિતાના દ્રવ્યને મેગ્યતા પ્રમાણે સાત ક્ષેત્રમાં નિરંતર વાવ્યા કરતું હતું. દીન અને અનાથના એક શરણરૂપ અને પરમ દયાળુ એ રાજા પાસેથી કોઈ પણ યાચક સમુદ્ર પાસેથી મેઘની જેમ ખાલી જ નહીં. મેઘ જેમ જળને વરસે તેમ તે યાચકોની ઉપર દ્રવ્યની વૃષ્ટિ કર હતું, તો પણ તદ્દન અહંકાર રહિત હેવાથી મેઘની જેમ જરા પણ ગર્જના કરતો નહીં. કંટકનો ઉછેર કરવામાં ફરસીરૂપ અને દાન આપવામાં કલ્પવૃક્ષ જે એ રાજા પૃથ્વી ઉપર રાજ્ય કરતો હતો ત્યારે કંઈ પણ નઠારી હાલતમાં નહતું.
એ પ્રમાણે એ રાજા નીતિપૂર્વક રાજ્ય કરતો હતો તે પણ એક વખતે ઘણે ભયંકર દુકાળ પડ્યો. ભવિતવ્યતાનો રોગ ઉલ્લઘન થવો અશક્ય છે. દિશાઓને અંધકારવાળી કરનાર મેઘના અભાવથી જાણે બીજે ગ્રીષ્મઋતુ આવ્યો હોય તે વર્ષાઋતુ ભયંકર જણાવા લાગ્યો. સર્વ જળને શોષણ કરનારા, વૃક્ષને ઉખેડવામાં ઉન્મત્ત અને કલ્પાંત કાળના પવનની જેવા નિરૂત્ય દિશાના પવને વાવા લાગ્યા, આકાશમાં વાદળાંને રંગ કાગડાના ઉદરભાગ જે અત્યંત શ્યામ દેખાવા લાગ્યું, સૂર્ય કાંસાની થાળી જેવો જણાવા લાગ્યા, અને નગર તથા દેશના લેકે ધાન્ય નહીં મળવાથી તાપસની જેમ વૃક્ષની છાલ, કંદ, મૂળ તથા ફળને ખાવા લાગ્યા. જાણે ભસ્મકર નામને રેગ થયે હેય તેમ લોકોને કદાપિ પુષ્કળ ભેજન મળે તો પણ ધરાતા નહોતા. ભીખ માગવામાં લાજ પામનારા લેકે ભિક્ષા મેળવવાને માટે ઘણે ભાગે કપટતાપસને વેષ લઈને ફરવા લાગ્યા. પિતાએ, માતાઓ અને પુત્ર સુધા લાગવાથી જાણે દિમૂઢ થયા હોય તેમ એક બીજાને ત્યજી દઈને આડા અવળા ભમવા લાગ્યા. પિતા પણ કદિ અન્ન મળી જાય તે સામું જોઈ રહેલા અને ખાવાને માટે રૂદન કરતા પોતાના પુત્રને આપતો નહીં. જેમ ચાંડાળની સ્ત્રી સૂપડા વિગેરે તુચ્છ વસ્તુઓ વેચે તેમ શેરીઓમાં ભમતી માતાઓ એક ચણાની પસલીને માટે પોતાના બાળકને વેચવા લાગી. પ્રાતઃકાળે ધનવાનની હવેલીઓના આંગણામાં વેરાયેલા દાણાને ગરીબ રાંકાઓ ઘરના પારેવાની જેમ વીણવા લાગ્યા. દુર્જને કંદેઈની દુકાન પર વારંવાર શ્વાનની પેઠે લાગ મેળવી ખાવાના પદાર્થો પર ટ મારવા લાગ્યા. કેટલાએક લેકે આખો દિવસ ભમી ભમી છેવટ સાયંકાળે માંડ માંડ ગ્રાસ જેટલું ખાવાનું મળે તો એ દિવસને સારા માનવા લાગ્યા. આમતેમ પરીઓની જેમ અથડાતા અતિ બીહામણું રાંકાઓથી નગરના રાજમાર્ગો સ્મશાનથી પણ વધારે ખરાબ જણાવા લાગ્યા, અને ઠેકાણે ઠેકાણે ભમતા રાંકાના મોટા કલાળેથી સન્દુરૂષના કાન જાણે સોચે વિધાતા હોય તેમ પીડાવા લાગ્યા.
આવા ક૯પાંત કાળની જેવા દુકાળમાં ચતુર્વિધ સંઘને ક્ષય થતે જોઈ કેઈમોટા મનવાળે મહારાજ વિચાર કરવા લાગ્યું કે–“ આ સઘળી પૃથ્વીનું મારે આ વખતે રક્ષણ કરવું જોઈએ, પણ શું કરું? આ પાપી કાળ મારા અસ્ત્રના વિષયમાં લાવી શકાતું નથી; તથાપિ આ સર્વ સંધની તે મારે અવશ્ય રક્ષા કરવી જોઈએ, કારણ કે મોટા પુરૂષે સત્પાત્રના ઉપકારમાં પ્રથમ આરંભ કરે છે.” ૧. દુષ્ટાચરણવાળી પ્રજારૂપ કંટક. ૨. ઘણું ખાતાં છતાં પણ તૃપ્તિ ન થાય એવો વ્યાધિવિશેષ છે. કેળીઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org