________________
ल्पमपि क्षेमकरमारम्भं कुर्यादित्याचष्टे ममाल्पीयसी मतिः ।
अमदावाद. काशीनाथ वासुदेव अभ्यंकर ता. ११-३-१९३९ । संस्कृत प्राध्यापक गुजरात कॉलेज
(પંડિત વિશાળવિજયજીએ સંગ્રહીત કરેલ ચાર ભાગવાળા, સુભાષિતપઘરનાકર નામનો ગ્રંથ, શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળાઓ, વિદ્વાનોને ભેટ કર્યો છે એ ઘણું જ ખુશી થવા જેવું છે. આ સુભાષિત પદ્યરત્નાકરમાં ફક્ત ધર્મનાં તે તે સુગૂઢ, દુર્ગમ અને મુશ્કેલીથી જાણ–આદરી શકાય તેવાં તત્ત, પૂર્વાચાર્યોએ બનાવેલા ગ્લૅકેવડે જ પ્રદર્શિત કર્યો છે એમ નથી, પણ આમાં સાંસારિક જીવનમાં ઉપયોગી એવી બહુ વસ્તુઓનું સુંદર રીતે વિવેચન કરેલું દેખાય છે. વળી સંગ્રહમારે કેવળ જૈનસિદ્ધાંત ગ્રંથોનો જ ઉપયોગ કર્યો છે એમ નથી, પરંતુ હિંદુધર્મના આચાર ગ્રંથો અને સ્મૃતિ ગ્રંથો પણ જોયા છે અને તેમાંથી પણ સારા સારા કે લીધેલા છે.
સંસ્કૃત ભાષામાં અનાદિ કાળથી ચાલ્યા આવતા પ્રચંડ ગ્રંથપ્રવાહનું પરિશ્રમપૂર્વક અવગાહન કરીને, બુદ્ધિરૂપી દંડવડે જ્ઞાનરૂપી જલનું મંથન કરીને, તેમાં રહેલાં રત્નોનો સારી રીતે સંગ્રહ કરીને, સુવિશાલબુદ્ધિવાળા વિશાલવિજયે સંગ્રહીત કરેલો અને શ્રીમાન વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના ચરણમાં અર્પણ કરેલો આ રત્નાકર સફળ થયો છે. શતકત્રય, વાજા લગ્ન, સુભાષિતરત્નસન્દહ, સુભાષિત રત્નભાંડાગાર, સૂક્તિમુતાવળી, જ્ઞાનસાર વગેરે બહુ ગ્રંથ વિદ્યમાન હોવા છતાં શ્રી વિશાળવિજયજીએ કરેલો આ સુભાષિતપદ્યરત્નાકર ગ્રંથ, તેમાં આપેલા વિષયેનું વિસ્તારથી વિવેચન કરેલું હોવાથી, વિદ્વાનોનાં મનમાં અત્યંત ઉચ્ચ સ્થાનને ગ્રહણ કરશે. શિષ્યને ભણાવનારા ગુરુઓને મહાઉપકાર કરીને આ ગ્રંથ, જૈન તરવજ્ઞાનના ખજાનાને થોડો પણ કલ્યાણકારી પ્રારંભ બહુ જ જલદીથી કરશે એમ મારી નમ્ર બુદ્ધિ કહે છે.)