________________
ભાવના રસાયણ
:
૫ :
વવાની ધાંધલિયા પ્રવૃત્તિમાં જીવન ગુમાવી દે છે. આમ જગના પ્રાણીએ ક્ષણવાર પણ જીવનની સાચી શાંતિને અનુભવ કરી શકતા નથી. संसारनी विषमता
| ( શિખરિણી છંદ) उपायानां लक्षः कथमपि समासाद्य विभवम् , भवाभ्यासात्तत्र ध्रुवमिति निबध्नाति हृदयम् । अथाकस्मादस्मिन् विकिरति रजः क्रूरहृदयोरिपुर्वा रोगो वा भयमुत जरा मृत्युरथवा ॥ ३० ॥
જગતના પદાર્થોને વિવિધ આયાસપૂર્ણ અનેક પ્રયત્નોના બલે યથાકથંચિત્ મેળવી અનાદિકાલીન અસત્ વાસનાના બલે તે પદાર્થોને શાશ્વત સ્થાયી માનવાની ભ્રામક કલ્પના જ્યાં મૂઢ પ્રાણીઓ કરે છે.
ત્યાં તે અકસ્માત્ તેને ઉપભેગમાં અંતરાયસ્વરૂપે દુશમનરૂપ, રેગ, જરા, મૃત્યુ અગર બીજા કોઈ એવા વિષમ ભયની ઉપસ્થિતિ થાય છે કે
જેથી મેળવેલા પદાર્થોથી અલ્પ પણ શાંતિ અનુભવવાને અવસર હસ્તગત થતું નથી !! मध्यस्थभाव
| ( શાલિની છંદ). लोके लोका भिन्नभिन्न स्वरूपा, भिन्नभिनैः कर्मभिर्मर्मभिद्भिः। रम्यारम्यैश्चेष्टितैः कस्य कस्य तद्विद्वद्भिः स्तूयते रुष्यते वा ॥३॥
સંસારમાં સમસ્ત પ્રાણીઓ વિવિધ વિચિત્ર કર્મોના વિપાકની પરાધીનતાએ વિવિધ સ્વભાવના હેઈ સારા-નરસા આચરણે આચરે છે, માટે વિવેકી માણસે કેવલ બાહ્ય આચા