________________
સાધુએ સહવાના ૨૨ પરીષહ
પ્ર. પરીષહેા શા માટે સાધુએ સહન કરવા જોઇએ ? જ. સંયમ માર્ગમાંથી આપણા આત્મા ડગે નહિ અને કમની નિર્જરા થાય એ માટે પરીષહે! સહન કરવાના છે.
૧. ક્ષુધા પરીષહ—ગમે તેવી ભૂખ લાગે તેા પણ ઢાષિત આહારની ઇચ્છા ન કરતાં સમતાભાવે ભૂખ સહન કરવી તે.
૨. પિપાસા પરીષહ—ગમે તેવી તરસ લાગે તાપણુ કાચા પાણીની ઈચ્છા ન કરતાં સમતાભાવે સહન કરવી તે.
૩. શીત પરીષહ—ગમે તેવી ઠં'ડી લાગે તે પણ અગ્નિ વિગેરેની ઈચ્છા ન કરતાં સમતાભાવે સહન કરવી તે.
૪. ઉષ્ણ પરીષહ—ગમે તેવી ગરમી પડે તા પણ્ પ'ખાની કે ન્હાવાની ઈચ્છા ન કરવી પણ તેને સમતા ભાવે સહન કરવી તે.
૫. દશમશક પરીષહ—ઉપાશ્રય વગેરે વસતિમાં મચ્છર, માંકડ વગેરે હાય અને કરડે તે પણ તેને ઉડાડવા નહિં પણ તેના ડૅશ સમતાભાવે સહન કરવા તે.
૬. અચેલક પરીષહુ—ગમે તેવા જીણુ વસ્ત્રો હાય, તાપણ મનમાં ખેદ ધારણ ન કરતાં સમભાવે રહેવું તે.
૭. અતિ પરીષહ—સંયમમાં પ્રતિકૂળતાના કારણે કંટાળા આવે ત્યારે અધીરાઇ ધારણ ન કરતાં તેને સારી ભાવનાઓથી, ભાવિમાં થનારા કમ વિપાકને વિચારી, વત્તમાન પ્રતિકૂળતાએને સહુવાના મહાન લાભને જાણીને અતિને દૂર કરવી તે.