Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 273
________________ છે. ઉપસંહાર | આ પ્રમાણે પરમપવિત્ર સર્વોત્તમ શ્રમણ સંસ્થામાં રહેલા અદ્વિતીય ગૌરવને ઓળખાવનારા સનાતન તત્ત્વોના પરિચય કરાવવારૂપે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ ત્રણ વિભાગોની નાનાવિધ સામગ્રી આચારધર્મને પ્રતિપાદન કરનારા અનેક ગ્રંથોમાંથી યથામતિ યથાશક્તિ સંગ્રહીને પૂજ્ય સાધુ-સાધ્વીજીઓની સેવામાં સાદર ઉપસ્થિત કરી છે. આમાં વર્ણવાયેલ તમામ સામગ્રી વ્યક્તિગત દરેકને લાભ કરનારી ન હોય, છતાં ચિવૈચિત્ર્યના કારણે સમષ્ટિગત લાભની સંભાવનાએ શાસ્ત્રમાંથી સંગ્રહેલી આ બધી માહિતીઓ અને ચીજોને યથાયોગ્ય સહુ મુમુક્ષુ લાભ ઉઠાવે એ શુભાભિલાષા છે. આ સંગ્રહમાં યથામતિ શક્ય ઉપયોગની જાગૃતિ રાખીને વસ્તુતત્ત્વનું નિર્વચન કર્યું છે, છતાં તેમાં કયાંય શાસ્ત્રમર્યાદા વિરુદ્ધ કંઈ વર્ણવાયું હોય, તે બદલ ત્રિવિધ મિથ્યાદુષ્કૃત દઉં છું. અને આમાં સૂચવેલ લકત્તર હિતકર માર્ગો પર સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક ચાલવાનું બલ મને પ્રાપ્ત થાઓ, એ અંતિમ શુભેચ્છા છે. ॥ क्षेमं सन्तु श्रीश्रमण-संघस्य ॥ TE)

Loading...

Page Navigation
1 ... 271 272 273 274