________________
: ૨૪૬ ઃ
સાધુ જીવનની સારમયતા
લંકાર અને શ્રી દ્રવ્યગુણપર્યાયને રાસ, સમકિતના ૬૭ બેલની સઝાય, ગદષ્ટિની સઝાય વિગેરે તાત્વિક વિચારના પ્રાથમિક ગ્રંથનું અધ્યયન જરૂરી છે.
આમાંના કેટલાક ગ્રંથ સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીય જ્ઞાનની પ્રૌઢતા માંગે તેવાં છે, છતાં સંસ્કારરૂપે યત્કિંચિત્ અંશે પણ ગુરુગમથી બુદ્ધિનું પરિકર્મણ કરવા ઉપયોગી હોવાથી તેવા ગ્રંથો પણ આમાં જણાવ્યા છે.
૬ ઉપર મુજબનું પાયાનું તાવિક-શિક્ષણ મળ્યા બાદ શક્તિસંપન્ન આત્માએ સ્વકલ્યાણની સાધનાને અનુકૂલ સર્વ સાધનને સંપૂર્ણ વ્યવસ્થિત ઉપયોગ જયણાપ્રધાન જીવન જીવવારૂપે કર્યા બાદ વધેલી શક્તિને પરકલ્યાણમાં ઉપયોગ કરી કર્મનિર્જરાના માર્ગે જલ્દી આગળ વધી શકાય, તે માટે સંસ્કૃત ભાષાને અભ્યાસ કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે, નહિં તે દીક્ષા લીધી અને દીક્ષાના વાસ્તવિક ભાવાર્થને જીવન નમાં ઉતારવારૂપે સ્વકલ્યાણને અનુકૂલ અધ્યવસાય શુદ્ધિના સાધને તાત્વિક શિક્ષણ દ્વારા મેળવ્યા ન હોય અને પરકલ્યા. ણની ભાવનામાં સંસ્કૃત ભાષા આદિના અભ્યાસથી પડી જવાય તે જીવનમાં પડેલા અનાદિ કાલના સંસ્કારો માન-અભિમાન, જનરંજન, બહિર્ભાવની વૃત્તિ આદિ સ્વરૂપે આત્માને સયમના મૂલ ધ્યેયથી ખસેડી મૂકે તેમ પણ બનવા સંભવ છે.
આમ છતાં ઉપર જણાવેલ બાબતમાં ગીતાર્થજ્ઞાની ગુરુ ઔચિત્યાનૌચિત્યને વિચાર કરી ગ્ય રીતે પ્રવર્તી શકે છે, પણ સામાન્યતઃ વેચ્છાથી પ્રવર્તનારા આત્માઓ શુભ