________________
વીશ અસમાધિસ્થાને
: ૧૨૯ :
૨ પુજવા–પ્રમાજવાના ઉપગ વિના અજયણાએ બેસવું.
૩ વિધિપૂર્વક જ્યનું પાલવાના ઉપયોગ વિના જેમ તેમ પુજી–પ્રમાજીને બેસવું.
૪ આગંતુક સાધુઓ સાથે કલહ-ઝગડો કર.
૫ સંયમના ઉપકરણ વિના ભોગસુખથે વધુ પડતા આસન, શયન, પીઠફલક વગેરે રાખવા, અગર શેષકાલમાં પણ પાટ, પીઠફલક આદિને નિષ્કારણ ઉપયોગ કરે.
૬ રત્નાધિક (દીક્ષાપર્યાયમાં વડીલ) ગુણીજનની સામે અવિનયથી બલવું.
૭ જ્ઞાનવૃદ્ધ, વયેવૃદ્ધ, આદિને ઉપઘાત કર. ૮ અજયણુએ પ્રવર્તી જીની વિરાધના કરવી. ૯ ચીડચીડી સ્વભાવ રાખી વાત-વાતમાં ક્રોધ કરે.
૧૦ વ્યાવહારિક નિમિત્તના કારણે થઈ ગયેલ ધની પરંપરા ચલાવવી.
૧૧ માનસિક ક્ષુદ્રતાને કારણે કેઈની પીઠ પાછળ નિંદા કરવી.
૧૨ “પલ પછી શું થવાનું છે? તેનું જ્ઞાન ન હોવા છતાં અજ્ઞાનવશ થઈ વારંવાર “આ આમ જ છે કે આમ જ થશે” આવું નિશ્ચયાત્મક બેલવું.
૧૩ શ્રુતજ્ઞાનની ભક્તિ-બહુમાનની લાગણી જાગૃત ન હોવાના કારણે અકાલે સ્વાધ્યાય કરે.
૧૪ ભૂતકાલમાં થઈ ગયેલ ક્ષતિઓ કે બનાવો યાદ કરી કષાયની ઉદીરણા કરવી.