________________
૧૩ર :
એકવીશ સબલસ્થાને
૯ આચ્છેદ્યદષવાળી (સાધુ માટે ખાસ બીજા પાસેથી ઝુંટવી લાવેલી) ચીજ વહેરવી.
૧૦ ત્યાગ કરેલી ચીજ વહેરવી-વાપરવી. ( ૧૧ છ માસની અંદર એક ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવું.
'૧૨ એક માસની અંદર ત્રણ વાર નદી વિગેરે ઉતરવું.
૧૩ એક માસની અંદર ત્રણ વાર માતૃસ્થાન-માયા કપટ સેવવું.
૧૪ જાણું જોઈને પૃથ્વી આદિ જીવોની હિંસા કરવી. ૧૫ જાણી જોઈને મૃષાવાદ બલવું. ૧૬ જાણી જોઈને અદત્તાદાન સેવવું.
૧૭ સચિત્તાદિ દેષવાળી પૃથ્વી ઉપર બેસવું વિગેરે. - ૧૮ જાણ્યા પછી પણ (ગોચરીમાં સહસા અનુપગથી આવી ગયેલ) કંદમૂલ-અભક્ષ્ય આદિ ચીજો લાલસાથી વાપરવી.
૧૯ એક વરસમાં દશ વાર ઉદકલેપ (એટલે કે નાભિથી વધારે પાણીવાળી નદી ઉતરવી) કર."
૨૦ એક વરસમાં દશ વાર માતૃસ્થાન-માયા કપટ સેવવું. ૨૧ કાચા પાણીવાળા હાથે વહેરાવાતી ગોચરી વિગેરે લેવી.
ઉપર પ્રમાણેના ૨૧ કાર્યો ચારિત્રને શબલ એટલે ડાઘકલંકથી કાબરચીતરું કરનારા હેઈ શબલસ્થાને કહેવાય છે. માટે દરેક વિવેકી આરાધકે સંયમની યથાશક્ય શુદ્ધિ માટે ઉપરના કાર્યો બને તેટલા પરિહરવા ઉચિત છે.