________________
ઉપાધિ-પ્રમાણ
: ૧૮૫ ઃ ઉપકરણ–એટલે સંયમની આરાધનામાં ઉપકાર (મદદ) કરનાર થાય તે.
ઉપકરણના શાસ્ત્રમાં ઔવિક અને ઔપગ્રહિક બે ભેદ બતાવ્યા છે.
તેમાં ઔધિક ઉપકરણના ચૌદ ભેદ નીચે મુજબ છે.
૩ કપડા–બે સૂતરાઉ અને એક ઉનનું એટલે કાંબલ, કાંબલને કપડાં અને પહેરવાને કપડે.
૧ રજોહરણ—કમરૂપી ભાવરજ અને ધૂળ વિગેરે દ્રવ્યરજની પ્રાર્થનાનું સાધન.
૧ મુખપતિકા–(મુહપત્તિ) બેલતી વખતે જીવવિરાધનાથી બચવા મેઢા આગળ રાખવા માટે.
૧ માત્રક–સંયમની શુદ્ધિ, વડિલોની ભક્તિ આદિ માટે પ્રાચીન કાળમાં રખાતું પ્રમાણપૂર્વકનું પાત્ર.
૧ લપટ્ટ–લજા આદિને જિતવા માટે પહેરાતું અધોભાગનું વસ્ત્ર.
૧ પાત્ર–સંયમની જયણા આદિ માટે શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે ઉપયોગમાં આવતું લાકડાનું પાત્ર.
૧ પાત્રબંધ–ોલી ૧ પાત્રકેશરિકા–પાતરાં પુજવાની મુહપતિ-ચરવલી. ૧ પડલા-લી પર રખાતા પલા.
* આ શબ્દમાં ચેલ શબ્દ પુરૂષલિંગવાચી દેશ્ય શબ્દ છે, તેના આછાદન માટેનું વસ્ત્ર ચલપદ કહેવાય છે.