________________
સંયમ પાલનની વિશિષ્ટ મર્યાદાઓ
: ૨૧૫ : એવી કઈ વાણું, વિચાર કે વર્તાવ કરવાને નહિ. માટે જ ગૃહસ્થ પુરુષને પણ ખાસ સંસર્ગ કરે નહિ.
(૧૧) સાધુ જીવનમાં ઈરછાકાર આદિ દશ પ્રકારની સામાચારી, બીજા અનેક પ્રકારનાં આચાર, અષ્ટ પ્રવચનમાતા (સમિતિગુપ્તિ), સંવર, નિજેરા, અને પંચાચારનું પાલન કરવાનું લક્ષ્ય રાખી ગુરુગમથી તેની જાણકારી મેળવવી.
કે સંયમ પાલનની વિશિષ્ટ મર્યાદાઓ :
૧ વિગઈ વાપરવી તે સાધુ માટે પાય છે, કારણે ગુરુ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપગ રાખ.
૨ દિવસે ઉંઘવું તે સાધુ માટે દૂષણ છે.
૩ દેડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે વાતે કરવી સાધુ માટે ઉચિત નથી.
૪ ભૂલ થઈ જાય તે સરલ ભાવે ગુરુ મહારાજ આગળ નિખાલસતાથી એકરાર કર જોઈએ.
૫ કપડાને કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢ.
૬ વારંવાર વાપરવું કે વાસના પોષવા ખાતર વાપરવું ઉચિત નથી. - ૭ સારી વસ્તુ આપણી પાસે આવી હોય તે બીજા સાધુની ભક્તિ કરવી જોઈએ.