________________
છે. સંયમની સાધનારૂપ પગદંડીઓ છે ૧ ગુરુ આજ્ઞા એ સંયમસાધનાને મુખ્ય પ્રાણ છે, તે વિના કદી પણ આત્મકલ્યાણના પંથે પ્રયાણ શક્ય નથી જ!
૨ ગુરુના ચરણોમાં આત્મસમર્પણ સંયમ સાધનાનું મુખ્ય અંગ છે.
૩ ગુરુમહારાજને ઉપકાર રેજ સ્મરણ કરવું જોઈએકે મને ભવસમુદ્રમાં પડતે કે બચા? અને બચાવવા હજી પણ નિષ્કારણ કરુણા વરસાવી રહ્યા છે.
૪ ગુરુમહારાજ કાંઈ પણ કહે-આજ્ઞા કરે, ભૂલ થતાં તે સંબંધી ઠપકે આપે કે કદાચ કઠેર સ્વરે તર્જનાદિ પણ કરે, પણ આ બધું મારા આત્માના એકાંત હિત અર્થે છે. મારા ભાવગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુમધ્ય–તીવ્ર કે કડવા ઔષધના વિવિધ પ્રયોગની પ્રક્રિયા પૂ. ગુરુદેવ અપનાવી રહ્યા છે. આ જાતની શુભ વિચારણાના વિવેકબળે ટકાવવી જરૂરી છે.
૫ પૂજ્ય અને ઉપકારી ગુરુદેવ કે વડિલની સામે કદી પણ જેમ તેમ અસત્ય ન બોલાય આ માટે પૂરતું ધ્યાન રાખવું.
૬ શરીરને જેટલું ઈચ્છાપૂર્વક કષ્ટ આપીએ તેટલી વધુ પાપની નિર્જરા થાય છે.
૭ પાંચ મહાવ્રતનું પાલન પિતાના વહાલા પ્રાણની જેમ કરવું જોઈએ.