Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 252
________________ સંયમની સાધનારૂપ પગદડીઓ : ૨૨૭ : ૭૦ પિતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદી પણ સંયમની મર્યાદાઓ જાળવી શકતું નથી. . ૭૧ “મને આમ લાગે છે માટે હું તે આમજ કરીશ” એ કદાગ્રહ ન રાખતાં પૂ. ગુરુદેવને જે એગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ રાખવો. .. ૭૨ સ્ત્રી સાથે વાવચીત, બહુ કે વારંવાર વિગઈને વ૫રાશ, શરીરની શેભા-ટાપટીપ આ ત્રણે સાધુ માટે તાલપુટ ઝેર સમાન ભયંકર છે. ૭૩ જે સંસારને દુ નથી અને પાપથી ભરેલો જાણી ત્યાગ કર્યો, હવે તે સંસારની કુલામણીમાં ફરીથી ન ફુલાઈ જવાય તે માટે સાવધ રહેવું ઘટે. ૭૪ સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે છે તે દેવેન્દ્ર કે ચક્રવર્તીને પણ નથી મળતું. ૭૫ સંયમમાં દુખ ઓછું સુખ વધારે-સંસારમાં સુખ ઓછું, દુઃખ વધારે–આ એક નક્કર હકીકત છે! ભલે બાહ્યદૃષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે–“સંયમમાં દુઃખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે.” ખરેખર આ ભ્રમાત્મક અનુભવ છે.

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274