________________
સાધુની અવશ્ય કરણી
(જુના ગ્રંથના આધારે પંદર ખેલ)
૧ પડિમણુ ન કરે તેા ઉઠામણુ.. ૨ બેઠાં પડિક્કમણુક કરે તે ઉપવાસ. ૩ કાળવેળાએ પડિક્કમણુક ન કરે તે ચેાથભક્ત. ૪ સંથારા ઉપર પડિકમણું કરે તે ઉપવાસ. ૫ માંડલે પડિક્કમણું ન કરે તેા ઉઠામણું. ૬ કુશીલીયાને પડિમે તા ઉપવાસ.
૭ સંઘને ખમાવ્યા વિના પશ્ચિમે તેા ઉઠામણુ .
૮ પારસી ભણાવ્યા વિના સૂએ તેા ઉપવાસ.
૯ દિવસે સૂએ તેા ઉપવાસ.
૧૦ વસ્તિ અણુપવેએ આદેશ માંગ્યા વિના સ્વાધ્યાય કરે તા ચાથભક્ત.
૧૧ અવિધિએ પડિલેહણ કરે તા ઉપવાસ.
૧૨ નિત્ય પડિલેહણ ન કરે તેા ઉપવાસ.
૧૩ અણુપડિલેહ્વા વસ્ત્ર વાપરે તે ઉપવાસ. ૧૪ કાજા અણુઉદ્ધર્યો પડિક્કમણુક કરે તો ઉઠામણુ, ૧૫ ઇરિયાવહી આવ્યે છતે પડિમ્યા વિના એસે તે ચાથભક્ત.
ઉપરના ૧૫ ખેલ શ્રી મહાનિશીસૂત્રમાં કહ્યા છે.
તા. કે, ઉઠામણું શબ્દની પ્રાયશ્ચિતના ગ્રંથામાં પરિભાષા પ્રાયઃ નથી, સમજવા ખાતર મળેલું વૃદ્ધ પુરુષાએ નિર્દેશેલ માંડલી બહાર કરવાની મર્યાદાને જણાવનાર “ ઉત્થાપન શબ્દનું રૂપાંતર રુપ આ શબ્દ દેખાય છે. વિશેષ જ્ઞાની ગુરુભગવંતા જે કહે તે ખરૂં!