________________
: ૨૨૨ :
સંયમની સાધનારૂપ પગદંડીએ ૨૧ ગમે તેવી પણ કેઈની ખરાબ વાત સાંભળવી નહિં, કદાચ સંભળાઈ જાય તે પેટમાં જ રાખવી.
૨૨ કેઈની પણ નિંદા કરવી નહિ, તેમજ સાંભળવી પણ નહિં. ૨૩ સ્વભાવ શાંત રાખ.
૨૪ “સંસાર દુખની ખાણ છે, અને સંયમ સુખની ખાણ છે” આ વાત બરાબર યાદ રાખવી.
૨૫ કઈ પણ વાતને કદાગ્રહ ન રાખ.
૨૬ હંમેશાં સામા માણસના દષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરે.
૨૭ કોઈ પણ વાતમાં “જકારને પ્રયોગ ન કરવો.
૨૮ ગુરુ મહારાજ વાતમાં હોય કે કામમાં હોય ત્યારે કંઈ પૂછવું નહિં.
૨૯ ગુરુ મહારાજની અનુકૂળતાએ સાચવવી એજ સંયમ શુદ્ધિ માટે જરૂરી ગુરુ વિનયની પ્રાથમિક ભૂમિકા છે.
૩૧ ઓછી ચીજોથી ચલાવતાં શીખવું જોઈએ. જરૂરીયાત ઘટાડવી એ સાધુતાની સફલતા છે.
૩૨ મરણ જ્યારે ! તેનું કંઈ ધારણ નથી, માટે શુભ વિચારને અમલી બનાવવામાં પ્રમાદી ન રહેવું.
૩૩ આપણી પ્રશંસા-વખાણ સાંભળી ફુલાઈ ન જવું. તેમજ નિંદા સાંભળી કૈધ ન કરો.
૩૪ “આત્મામાં અનંત શક્તિ છે' એ વિચારીને તેને