________________
સંયમની સાધનારૂપ પગદંડીઓ
: ૨૧૩ :
ખરાખર દૃઢ રીતે કેળવી સયમ જ્ઞાન ધ્યાન અને તપની પ્રવૃતિમાં વીય્યત્સાહ પૂર્વક આગળ વધવા પ્રયત્નશીલ રહેવું.
૩૫ સયમાનુકૂલ કાઇપણ પ્રવૃત્તિમાં કાયર કદી ન બનવું, કદાચ પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે તે પણ વિચારાથી કાયર કદી ન મનવું.
૩૬ આંખ, કાન, જીભ વગેરે ઇન્દ્રિયા ડાકૂ છે, તે આત્માનું બધું પુણ્યધન લુંટી લે છે, માટે ઇન્દ્રિયા કહે તેમ ન કરવું-પણ જ્ઞાનીએ જેમ કહે તેમ કરવું.
૩૭ મધુર ખાવાની સારી ચીજો કે જોવા લાયક સુંદર પદાર્થો ખરેખર ઝેર છે, તેનાથી આત્માને અનંત જન્મ-મરણુ કરવા પડે છે માટે ઇન્દ્રિયનિગ્રહ માટે સાવચેત રહેવું.
૩૮ પરસ્પૃહા એ મહાદુઃખ છે, તૃષ્ણાને વિજય એ સુખની ચાવી છે, માટે જેમ બને તેમ મુનિએ નિઃસ્પૃહતા ખૂબ કેળવવી જોઇએ.
૩૯ વિનય વગરના મેાટા તપની કે ભણવાની કઈ કિંમત નથી.
૪૦. સાધુ જો સંયમની પાલના આરાધક ભાવથી કરે મેાક્ષની કે દેવલાકની પ્રાપ્તિ કરે છે-પણ વિરાધક ભાવથી સયમ કૃષિત કરે તેા નરક-તિર્યંચ આદિ દુર્ગતિ અવશ્ય મેળવે છે.
૪૧ ગુરુના અવિનય કરનાર કદી કલ્યાણુ સાધના કરી
ન શકે.