________________
: ૨૨૪ :
સંયમની સાધનારૂપ પગદંડીઓ
૪૨ શરીરને સુકુમાલ ન બનાવવું. સંયમ–તપ અને સ્વાધ્યાદિ પ્રવૃત્તિઓનાં યથાગ્ય રીતે પ્રવર્તિ શરીરને કસ કાઢવા લક્ષ્ય રાખે તે સાધુ.
૪૩ દીક્ષા લીધા પછી મા-બાપને કે સગા-વહાલાંને મેહ ન રખાય, તેમની સાથે ગુરુ આજ્ઞા વિના ધર્મની પણ વાત ન થાય.
૪૪ સાપ કાંચલી ઉતારે તેમ સંસારથી અળગા થયા પછી સંયમીએ તપેલા લેઢાના ગળાની જેવા તે ગૃહસ્થ સાથે નિરપેક્ષ રીતે કે સ્વછંદ રીતે સંભાષણ પરિચય કે પત્ર વ્યવહારાદિ સર્વથા ન કરવું જોઈએ.
૪૫ સાચા સંયમી માટે ગૃહસ્થ સાથે પરિચય પાપ છે. ૪૬ પાપને બાપ લે છે અને પાપની માતા માયા છે. ૪૭ નકામી વાતે કરવી નહિ. તેમજ સાંભળવી પણ નહિં.
૪૮ જ્ઞાન, દર્શન, ચારિત્રના પ્રયજન વગરની કેઈ પણ પ્રવૃત્તિ સંયમીએ કરવી ન જોઈએ.
૪૯ વિચારેમાં ઉદારતા, સ્વાર્થ રહિતપણું અને પરાર્થવૃત્તિ કેળવવાથી સંયમની આસેવના આત્માને ઉજજ્વલતર બનાવવામાં વધુ જોક્કસ રીતે ફલવતી થાય છે.
૫૦ “જીવ માત્રને અભયદાન આપવાની વિશદ પદવીવાળા સંયમને અધિકારી છું” આ જાતની જવાબદારી સતત જાગૃત રાખવી જોઈએ. જેથી હલકા વિચારે કે શુદ્ર સ્વાર્થમૂલક પ્રવૃત્તિઓ સ્વતઃ ક્ષીણ થઈ જાય.