Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 244
________________ સંયમ પાલનની વિશિષ્ટ મર્યાદાઓ : ૨૧૮ ? ૩૮ સાધુની કેઈપણ ચીજ રસ્તામાં રખડતી કે જ્યાં ત્યાં પડી ન રહેવી જોઈએ, તેમ કરવાથી સંયમના ઉપકરણની અવહેલના-આરાધના તેમજ અયતના અધિકરણને દેષ લાગે છે. * ૩૯ રસ્તામાં સામેથી કોઈપણ સાધુ સામે મળે તે વિનયપૂર્વક હાથ જોડી મુખ આગળ મુહપત્તિ રાખી ‘મર્થીએણ વંદામિ” કહેવું. ૪૦ સંયમની નાવમાં બેઠા પછી તેના કર્ણધાર-ખલાસીસમા ગુરુમહારાજની આજ્ઞા અનુસાર વર્તન રખાય તે ભવસમુદ્રથી પાર પમાય અન્યથા સંભવ નથી. ૪૧ સારું સારું વાપરવાથી કે સારી ચીજોને ઉપયોગ કરવાથી મારું પુણ્ય ખૂટે છે અને નવું પાપ બંધાય છે. ૪ર પાંચ તિથિએ ચૈત્યપરિપાટી જરૂર કરવી. ૪૩ પર્વ તિથિ અને વિશિષ્ટ દિવસેએ ચાલુ દિવસ કરતાં કંઈક વધુ તપ કરો. ૪૪ સાધુએ દુનિયાની સઘળી પંચાત મૂકી દઈ આપણું જીવનની શુદ્ધિને ખ્યાલ બરાબર કેળવો. ૪૫ બ્રહ્મચર્ય સંયમને પ્રાણ છે, તે વિના સંયમ મુડદા જેવું છે માટે બ્રહ્મચર્યની નવ વાડેનું પાલન બરાબર કરવા માટે ઉપયોગવંત રહેવું. ૪૬ સાધુએ બેલવામાં કદી પણ “જકારને પ્રયોગ ન કરે.

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274