________________
--
સાધુની દિનચર્યા પછી ગામ બહાર Úડિલ (નિર્જીવ એકાંત ભૂમિએ) શૌચાઈ જઈ આવી ત્રીજા પહેરના અંતે વસ્ત્ર–પાત્રાદિને વ્યવસ્થિત મુકવા.
પછી ચેથા પહેરે સ્વાધ્યાય કરી વસ્ત્ર-પાત્રાદિની પ્રતિલેખના, ગુરુવંદન, પચ્ચકખાણ કરીને રાત્રિના લઘુશંકાદિ અર્થે જવું પડે તેની જગ્યા જોઈ પ્રતિક્રમણ કરવું.
ત્યારબાદ ગુરુની ઉપાસના કરી રાત્રિના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરીને સંથારાપોરિસી ભણાવી શયન કરવું. આ ઉપરાંત સાધુજીવનના મુખ્ય કર્તવ્ય નીચે મુજબ છે.
(૧) સાધુ જીવનમાં બધું જ ગુરુને પૂછીને કરવાનું હોય છે. (૨) બિમાર મુનિની સેવા પર ખાસ લક્ષ આપવાનું હોય છે.
(૩) આચાર્યાદિની સેવા તથા ગુર્નાદિકને વિનય ભક્તિ આદિ અત્યંત જરૂરી છે.
() દરેકે દરેક ખલનાઓનું ગુરુ આગળ બાળભાવે પ્રકાશનપૂર્વક પ્રાયશ્ચિત્ત લેવું.
(૫) શક્યતાએ વિગઈઓને ત્યાગ કરે. (૬) પર્વ તિથિએ વિશેષ તપ કરે. (૭) વર્ષમાં ત્રણ યા બે વાર કેશને હાથેથી લેચ કરે. (૮) શેષકાળમાં ગામેગામ વિહારની મર્યાદા જાળવવી. (૯) સૂત્ર-અર્થનું ખૂબ ખૂબ પારાયણ-મનનંવિગેરે કરતા રહેવું. (૧૦) મનને આંતર ભાવમાંથી બાહ્યાભાવમાં લઈ જાય