________________
સાધુની દિનચર્યા
કે ૨૧૩ ? તેમ છતાં ગુસ્સે ન સમાય તે એ સ્થાનને થોડા સમય માટે ત્યાગ કરે અને એકાંતમાં જઈ પ્રભુની પ્રાર્થના કરવી આથી ગુસ્સો જિતવાનું બળ પ્રાપ્ત થાશે. ગુસ્સાથી પ્રીતિને નાશ થાય છે. કેડ પૂર્વ સુધી પાળેલ સંયમનું ફળ નષ્ટ થાય છે.
આ સાધુની દિનચર્યા !
રાત્રિને છેલ્લે પહોર શરૂ થતાં નિદ્રા છેડી પંચપરમેષ્ટિસ્મરણ, આત્મનિરીક્ષણ તથા ગુરુચરણે નમસ્કાર કરો, પછી કુસ્વમશુદ્ધિને કાર્યોત્સર્ગ કરવા પૂર્વક ચિત્યવંદન અને સઝાય કરી સ્વાધ્યાય ધ્યાન કરવું.
પછી પ્રતિક્રમણ કરી વસ્ત્ર રજોહરણાદિની પ્રતિલેખના કરવી એટલે સૂર્યોદય થાય પછી સૂત્રપેરિસીમાં સૂત્રાધ્યયન કરી છે ઘડી દિન થયે પાત્ર પ્રતિલેખના કરવી.
પછી મંદિરે દર્શન–ચૈત્યવંદન કરી અર્થ પરિસીમાં સૂત્રાર્થનું અધ્યયન કરવું. ગામમાં ભિક્ષાના અવસરે ગેચરી (ગાય કેઈને કિલામણું ન પહોંચાડતી ચરે એ રીતની ભિક્ષા) લેવા માટે જવું.
એમાં ૪૨ દેષ ત્યજી અનેક ફરતા ફરતી ઘરમાંથી ભિક્ષા લાવી ગુરુને દેખાડતાં ગોચરી લીધાની વિગત રજુ કરવી.
પછી પચ્ચકખાણ પારી સક્ઝાય ધ્યાન કરી આચાર્ય બાલ-ગ્લાન–તપસ્વી–મહેમાન વિગેરેની ભક્તિ કરી રાગ-દ્વેષાદિરૂપ માંડલીના પાંચ દેષ ટાળીને આહાર વાપરે.