________________
: ૨૧૨ :
સાધુ જીવનની રૂપરેખા ૧૦ પચ્ચકખાણું શું કર્યું?
તપ એ નિજેરાનું પરમ અંગ છે. સશક્ત સાધુએ ઓછામાં ઓછું એકાસણું કરવું જોઈએ. એકાસણું કરવાથી સ્વાધ્યાયને ટાઈમ બહુ મળે છે. આત્માને સ્વભાવ અણાહારી છે, એ વાતનું સ્મરણ એકાસણા સિવાય સાનુબંધ ન ટકે. ૧૧ કેટલી વાર અસત્ય બોલાયું?
સત્ય જગતમાં વિજયવંત છે. સત્યવાદીને કોઈ ચિંતા હેતી નથી. તેનું મન હંમેશા શાંત અને પવિત્ર રહે છે. તેને બધા પૂજ્ય તરીકે જુવે છે.
બાર વરસ સતત સત્ય બોલવાથી વાગૂલબ્ધિ અને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
ધથી, લેભથી, ભયથી અને હાસ્યથી અસત્ય બેલી જવાય છે. માટે તેનાથી સદા દૂરને દૂર રહેવું. મહારાજા કુમાર પાળ ભૂલથી અસત્ય બોલવાનું પ્રાયશ્ચિત આયંબિલ કરતા હતા. ૧૧ કેટલી વાર ગુસ્સે થવાયું?' *
શાંતિને શત્રુ ગુસ્સે છે. હૃદયમાં રાખેલી કામના પૂર્ણ ન થાય ત્યારે ગુસ્સો આવે છે.
ક્ષમા, પ્રેમ, અહિંસા અને લઘુતાથી ગુસ્સે નાશ પામે છે.
ક્ષમાદિ ગુણે ઉશ્કેરાએલા જ્ઞાનતંતુઓને શાંત કરે છે.
ગુસ્સે હોય ત્યાં સુધી કાંઈ પણ ખાવું પીવું નહિં. પરમેષ્ઠિને જાપ કરવાથી ગુસ્સે શમી જાય છે.