________________
ઉપધિ-પ્રમાણ
: ૧૮૭ :
૧ ઔત્યક્ષિક—જમણી બાજુથી પહેરાતું સ્તનાને આચ્છા દન કરવા માટેનું વસ્ત્ર.
૧ વૈકક્ષિક—ક’ચુક–ઔક્ષિક અન્નેને ઢાંકી દે તેવું પડેરાતું વસ્ત્ર.
૧ સંઘાડી—કપડા તરીકે પહેરાતું વસ, તે ચાર પ્રકારે હાય, બે હાથનું ઉપાશ્રયમાં પહેરવા માટે, ત્રણ હાથના એ એક ગેાચરી માટેનું, એક સ્થડિલ ભૂમિએ જવા માટે, અને એક ચાર હાથનું વ્યાખ્યાનાદિમાં જવા માટે.
૧ સ્કંધકરણી—પવનાદિથી શરીરના કપડાં આઘા—પાછા ન થાય તે માટે વસ્રાની વ્યવસ્થા જાળવનારું વસ્ત્ર, અગર રૂપવતી સાધ્વીઓના દેખાવને અવ્યવસ્થિત કરવા જે વસ્રના ડુચા વાળી પીઠ ઉપર ખૂંધના દેખાવ કરાય તે.
કુલ ૧૧
ઉપર મુજબના અગિયાર વસ્ત્રા મળી સાધ્વીને પચીસ ઉપકરણા ‘ઔદ્યિક ઉપધિ'માં જ્ઞાની ભગવતાએ ખતાવ્યાં છે.
અગિયાર વસ્ત્રાની સંકલનામાં પુરુષ કરતાં સ્ત્રીઓના અંગેાપાંગેાની વ્યવસ્થા વધુ જાળવવાના જ્ઞાની ભગવાને પ્રધાનઆશય છે; કારણ કે આટલી ખધી વ્યવસ્થા અંતર્ગત ગુપ્ત પ્રદેશાને જાળવવા કરી હાય એટલે કદાચ કાઈ ખળાત્કાર આદિના પ્રસંગ અને તા તે પ્રસંગે પણ શીલવ્યવસ્થાને ધક્કો ન પહોંચી શકે તેવી સુદીર્ઘદર્શિતા આમાંથી સૂચિત થાય છે.