________________
: ૨૦૦ :
શું કરવાથી પ્રાયશ્ચિત આવે ? . ૧૯ પડિલેહણ પછી થુંકવા આદિની કુંડીની ભસ્માદિને ન પરઠવે તે, અગર સૂર્યોદય પહેલાં પરઠવે તે.
૨૦ વનસ્પતિ અને ત્રસ જીવવાળી ભૂમિએ માગું આદિ પરઠવે તે.
૨૧ પરિઝાપનિકા ભૂમિનું વિધિપૂર્વક પડિલેહણ ન કરે તે.
૨૨ વગર મુહપત્તિએ ક્રિયા કરે છે કે બગાસું કે વાચનાદિ સ્વાધ્યાય કરે તે.
૨૩ સાવરણીથી કાજો કાઢે તે.
૨૪ સૂર્યોદય પછી પહેલા પહેરમાં એક ઘડી બાકી રહે ત્યાં સુધી નવું ન ભણે તે અગર સ્વાધ્યાય ન કરે તે. * ૨૫ દિવસના પહેલા પહેરે સ્વાધ્યાયને બદલે વિકથા કરે તે.
૨૬ સ્વાધ્યાયાદિની શક્તિ ન હોય તે દિવસના પહેલા પહારે નવકારમંત્રનું સ્મરણ ન કરે તે.
૨૭ વ્યાખ્યાન ન સાંભળે તે અગર વાચનાદિ સ્વાધ્યાય કે અર્થ ગ્રહણ ન કરે તે.
૨૮ પ્રતિક્રમણ–વાચના કે સ્વાધ્યાય કરતાં, ચાલતાં કે ઊભાં રહેતાં કે તેઉકાયની ઉજેહી પડતાં શરીરાદિને સંકેચ ન કરે તે.
૨૯ થઈ ગયેલ પાપની આલોચના કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત ન લે તે.
૩૦ પહેલી કે બીજી પારસીમાં ફરવાની દષ્ટિએ ઉપાશ્રય બહાર જાય તે.