________________
શું કરવાથી પ્રાયશ્ચિત આવે ?
: ૨૦૫ : - ૯૨ સર્વ જીવરાશિને સાચા દિલથી ક્ષમાપના કર્યા વિના સૂઈ જાય તે.
૯૩ આહાર, ઉપાધિ અને શરીરને સાગારિક રીતે સિરાવ્યા વિના સૂઈ જાય તે.
૯૪ કાનમાં રૂના કુંડલ નાખ્યા વિના સૂઈ જાય તે.
૫ સંથારામાં સૂતી વખતે ગુરુપરંપરાગત મંત્રાક્ષથી આત્મરક્ષા કર્યા વિના સૂએ તે.
૯૦ અનિત્યાદિ બાર ભાવનાઓ વિચાર્યા વિના સૂએ તે.
૯૭ રાત્રે છીંક, બગાસું કે ઉધરસ ખાય, અગર તેની યોગ્ય જણ ન સાચવે તે.
૯૮ ઊંઘ પૂરી થયા પછી પણ પ્રમાદાદિથી મર્યાદા ઉપરાંત સંથારામાં પડ્યા રહે છે.
૯ સચિત્ત પૃથિવી આદિ છ કાયને જાણતાં અજાણતાં સાક્ષાત્ કે પરંપરાએ સંઘટ્ટો થાય તે.
૧૦૦ વાપર્યા પછીનું ચૈત્યવંદન ન કરે તે.
૧૦૧ શાસ્ત્રીય મર્યાદાનુસાર સંયમી જીવન જીવવા માટે બેદરકારી સેવે તે.
આ મુજબ કેટલીક સંયમ વિરુદ્ધ આચરણાઓ જાણવી, તેના આસેવનથી સંયમારાધના દુષિત થાય છે, માટે સદગુરુ પાસે તેનું યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ સંયમની આરાધના નિર્મલ કરવા માટે જાગૃત રહેવું જોઈએ. - આ નેંધ પરમપવિત્ર શ્રી મહાનિશીથસૂત્ર આદિ આમિક આચારગ્રંથેના આધારે તૈયાર કરી છે.