________________
: ૧૪.
મર્યાદા પદક
૧૦ દરરોજ એક ગાથાદિ કંઈ પણ નવું ભણવું.
૧૧ સર્વ મુનિઓએ તિવિહાર બિયાસણું દરરોજ કરવું. શરીરાદિ બાધાને કારણે ગુરુ કહે તેમ કરવું.
૧૨ કેઈ સાધુ-સાધ્વીએ કેઈપણ સ્થલે એકલા ન જવું, માટે કારણે વડા કહે તેમ કરવું.
૧૩ સાધ્વીએ વ્યાખ્યાનના વખત સિવાય મુનિ પાસે ન આવવું. યતિએ પણ સાધ્વી પાસે ન જવું.
૧૪ સર્વ યતિએ સાધ્વી કે શ્રાવિકા સાથે આલાપ-સંલાપ ન કર.
૧૫ યતિએ અપવિત્રાતાદિ કારણ વિના પગ ન ધોવા. ૧૬ ઉજળા વસ્ત્ર સર્વથા કેઈએ ન પહેરવાં.
૧૭ બાલ, ગ્લાન અને વૃદ્ધ સિવાય બીજા સર્વ યતિઓએ પાંચમ, આઠમ, ચૌદશ સર્વથા ઉપવાસ ન મૂકો, કારણે મૂકવું પડે તે વિગય ન લેવી.
૧૮ વર્ષર્વીએ સાધુ-સાધ્વીએ વિગય ન લેવી. ચૌદ વર્ષ ઉપરાંતની વય વાળા શિષ્યને પણ ન આપવી, ચૌદ વર્ષની અંદરનાને ભણતા હોય તે આપવી. ૧૯ દિવસે કારણ વિના સાધુ-સાધ્વીએ ન સૂવું.
૨૦ પ્રતિક્રમણમાં સ્તવન બેલાતું હોય ત્યારે માગું કરવા કારણ વિના ન જવું.
૨૧ યતિએ મહેમાંહે કલેશ ન કરે અને ગૃહસ્થ દેખતાં કેઈએ એ કલેશની વાત પણ ન કરવી.