________________
: ૧૬૮ :
પડિલેહણમાં વર્જ્ય દા ૮ વિક્ષેપ–વશ્વનું પડિલેહણ કરીને એક બાજુ ફેંકતા જવું, અગર કપડાનાં છેડાઓને અદ્ધર કરવા.
૯ વેદિકા–બે ઢીંચણ પર, બે ઢીંચણ નીચે કે પગના સાંધાઓ વચ્ચે હાથ રાખીને બે હાથ વચ્ચે ઢીંચણ રાખી કે એક ઢીંચણ ને બે હાથ વચ્ચે રાખી પડિલેહણ કરવું. - ૧૦ પ્રશિથિલ–કપડું ઢીલું પકડવું.
૧૧ પ્રલંબ–કપડું લટતું રાખવું. ૧૨ લ–જમીનને અડકતું કપડું રાખવું.
૧૩ એકામશે–વસ્ત્રને એક બાજુથી પકડી અદ્ધર કરી આખું કપડું હલાવી પડિલેહણ થઈ ગયાનું માનવું.
૧૪ અનેકરૂપ ધૂનન–અનેક કપડાં ભેગાં કરી એકી સાથે ખંખેર્સ પડિલેહણ થઈ ગયાનું માનવું.
૧૫ શંકિતગણના–અખેડા-પ્રમાજના કેટલા થયા તે યાદ ન રહેવાથી આંગળીના વેઢેથી ગણત્રી કરવી:
૧૬ વિતકરણ–પડિલેહણ કરતાં પરસ્પર વાત કરવી, વિકથા કરવી, પચ્ચકખાણ આપવું, વાચના આપવી કે લેવી વિગેરે પ્રવૃત્તિઓ કરવી.
ઉપર મુજબના દેને વિવેકબુદ્ધિપૂર્વક સમજી યથાશક્ય પ્રયને વર્જવા ઉદ્યમવંત થવું.