________________
: ૧૮૨ ?
ગામમાં પેસવાની વિધિ ગામમાં પિસવાની વિધિ. વળી વિહારમાં વચ્ચે આવતા ગામમાં કે મુખ્ય ગામમાં પેસતાં ચૌટે કે કૂવાકાંઠે લોકોને પૂછવું કે-“આ ગામમાં અમારે વર્ગ છે કે નહિ?” એટલે સામા લકે પૂછે કે-“તમારે વર્ગ એટલે શું ? એટલે ખુલાસે કરે કે અમારે વર્ગ પાંચ જાતને-દહેરાસર, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. “આમાંથી આ ગામમાં શું શું છે?” એટલે ગામના લોકો કહે કે-“અહીં તમારા વર્ગમાંની અમુક ચીજ છે.” આ વિધિપૃચ્છા કહેવાય છે, પણ ગામમાં પેસતાં “વાણિયાના ઘર કયાં છે? દહેરાસર ક્યાં છે? વગેરે પૂછવું તે સાધુઓને ઉચિત નથી. આના ગુણદેષ વિગતવાર શ્રી ઘનિર્યુક્તિ આદિ ગ્રંથમાંથી ગુરુગમથી જાણુ લેવા.
આવી અનેક બાબતે વિહાર પ્રસંગે જણાપૂર્વક વિચારવાની હેઈ શાસ્ત્રકાર ભગવંતેએ “ગીતાર્થને જ સ્વતંત્ર વિહાર કરવાની આજ્ઞા આપી છે.” જેએ ગીતાર્થ ન હોય તેઓને ગીતાર્થની નિશ્રામાં રહીને વિચારવા માટે પૂર્ણ ભાર મૂક્યો છે, આ કારણે જ “એકાકી વિહારને જ્ઞાની ભગવંતેએ અકરgય બતાવ્યું છે.
અહીં એકાકી વિહાર શબ્દથી એકલા વિચારવાના અર્થ સાથે શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ રીતે સ્વતંત્ર વિહાર કરનારા અગીતાર્થ ઘણું સાધુઓને વિહારને અર્થ પણ સમજ. - જ્ઞાની ભગવતેએ નીચેના કારણે એ સમુદાયથી નિરપેક્ષ બની સ્વતંત્ર વિચરનારા સાધુઓને વિહાર અગ્ય ઠરાવ્યો છે.