________________
વિહાર
* ૧૮૧ !
રસ્તે પૂછવામાં પણ એકલા માણસને પૂછવું નહિ, બે જણાને જ પૂછવું, બે જણાએ કહેલી વસ્તુ પણ પિતે પિતાની બુદ્ધિથી જે ગામથી આવેલ છે, જ્યાં જવું છે ત્યાંની દિશા વિગેરેના ખ્યાલપૂર્વક વિચારવું.
તેમજ સામે માણસ નજીક હોય ત્યારે જ રસ્તે પૂછ. કદાચ દૂર હોય તે જયણાપૂર્વક પાસે જઈને પૂછવું, સામા માણસને બૂમ મારી પોતાની પાસે ન બેલાવ, તેમાં વિરાધનાદિ અનેક દે લાગે છે.
પૂછતી વખતે સામે માણસ હાથ જોડે તે ધર્મલાભાદિ આપી પૂછવું. કદાચ સામે માણસ હાથ ન જોડે તે પણ ધર્મલાભાદિ દ્વારા સામાનું ધ્યાન ખેંચ્યા પછી જ રસ્તે પૂછ.
વળી ઉપર જણાવેલ અઢાર ભેદમાંથી કેને પૂછવું અને કેને ન પૂછવું, તેની વ્યવસ્થા નીચે મુજબ છે.
૧ સાધાર્મિક બે પુરુષને પૂછવું, તેના અભાવે ૨ અન્યધાર્મિક મધ્યમ પુરુષને, તેના અભાવે ૩ દઢ સ્મૃતિવાળા સ્થવિર પુરુષને, અને તેના અભાવે સરલ સ્વભાવી તરુણ પુરુષને પૂછવું.
આ જ વ્યવસ્થા સ્ત્રીવર્ગ અને નપુસકવર્ગ માટે પણ જાણવી. આ ભાંગાઓને શાસ્ત્રીય ગણિતની રીતિ પ્રમાણે ગણવાથી અન્ય ધાર્મિકના નવ ભેદના ૯૦ ભાંગા અને સાધામિક નવ ભેદેના ૮૧ ભાંગા થાય, જે ગુરુગમથી ધારીને સમજવા જરૂરી છે.