________________
: ૧૮૦ :
વિહાર
પ્રથમ તે વિહારમાં છએ કાયની વિરાધનાથી ગ્ય રીતિએ જણાપૂર્વક બચવાને ખાસ ઉપગ રાખો. પગ પૂજવાની વિધિ
સચિત્ત કે સજાતીય વર્ણ ગંધ રસ સ્પર્શવાળી ભૂમિમાંથી વિજાતીય ભૂમિએ જતી વખતે અને ગામમાં પેસતી કે નિકળતી વખતે, સજાતીય-વિજાતીય શસ્ત્રથી પૃથ્વીકાયની વિરાધના ન થવા પામે માટે પગની પ્રાર્થના કરવી જોઈએ, તે પણ ગૃહસ્થના દેખતાં ન કરવી, ગૃહસ્થ જેતે હેય કે સાથે હોય તે ખબર ન પડે તેમ ધીમે ધીમે પાછા હઠી પગ પુજવાને ઉપયોગ રાખ, અગર તે તેવા પ્રસંગે રજોહરણથી ન પુંજતા બીજા કેઈ વસ્ત્રથી ગૃહસ્થનું ધ્યાન ન પડે તેમ પ્રમાઈ જયણપૂવક સંયમની મર્યાદા સાચવવી. રસ્તે પૂછવાની વિધિ–
વિહાર પ્રસંગે સાધુએ પ્રથમથી જ દરેક જાતની માહિતી મેળવી લેવી જોઈએ, છતાં કદાચ તેવા કેઈ પ્રસંગે બે રસ્તા આવે, ત્યારે માર્ગની માહિતી બરાબર ધ્યાનમાં ન હોય તે બીજા કેઈને પૂછવું, તે કઈ રીતે પૂછવું તેની શાસ્ત્રીય મર્યાદા આ પ્રમાણે છે–
જેને રસ્તે પૂછવું હોય તે ત્રણ જાતના હેય. પુરુષ, સ્ત્રી અને નપુસક. વળી તે એકેકના સ્થવિર, મધ્યમ અને તરુણ, એમ ત્રણ ભેદ થતા હોવાથી નવ ભેદ થાય. વળી તે નવ સાધર્મિક (જૈનધર્મી) અને અન્ય ધાર્મિક (જૈનેતર) એમ બે જાતના હેઈ રસ્તાની માહિતી પૂછવાલાયકને અઢાર ભેદ થાય છે.