________________
ચૈત્યવંદન
: ૧૭૩.
* પછી પ્રભુથી જઘન્ય નવ હાથ અને ઉત્કૃષ્ટ સાઠ હાથ દૂરના અવહે ઊભા રહી ડાબી અને જમણી બાજુ તથા પાછળ એમ ત્રણ દિશાનું જોવાનું બંધ કરી, ઊભા રહેવાની ભૂમિને જેહરણથી ત્રણ વાર પુછ-પ્રમાજી ચૈત્યવંદન માટે ઈરિયાવહી પડિક્કમવી.
* ચેત્યવહનનાં સૂત્રે બોલતાં શબ્દ, અર્થ અને પ્રભુપ્રતિમાનું આલંબન ટકાવી રાખી તે તે સૂત્રોના ભાવાર્થની ગંભીરતાને નિરંતર ધ્યાનમાં રાખવી.
* ચૈત્યવંદનમાં નીચે મુજબની મુદ્રાઓ સાચવવી.
૧ ગમુદ્રા–કમલના કેશ–ડેડાની જેમ પરસ્પર આંગલીઓના સંશ્લેષવાળી અને હાથની અંજલિ કરવી અને પિટ ઉપર કેશુઓ રાખવી તે. - આ મુદ્રાથી ચૈત્યવંદન, કિચિ, નમુસ્કુણું, સ્તવન (ઉવસગ્રહ) બલવું.
૨ જિનમુદ્રા તીર્થકર પ્રભુ જે રીતે કાઉસગ ધ્યાનમાં ઊભા રહેતા તે રીતે બે પગ વચ્ચે આગળ ચાર આંગળનું અને પાછળ કંઈક ઊણા ચાર આંગળનું આંતરું રાખી જમણા હાથમાં મુહપત્તિ અને ડાબા હાથમાં રાખી બંને હાથ લટક્તા રાખવા તે.
આ મુદ્રાથી કાઉસ્સગ કરવાનું હોય છે.
૩ મુક્તાશક્તિ મુદ્ર–અને હાથની પિલી અંજલિ લલાટભાગે રાખવી તે.