________________
ગોચરી
: ૧૭૫ :
-
-
થાય તે રીતે માંડલીના પાંચ દેષને ઉપગ રાખી વાપર ઉચિત છે.
જ્ઞાની ભગવતેએ શરીરદ્વારા જ્ઞાનધ્યાનસંયમાદિ સાધનામાં ખામી આવતી હોય તે વખતે આપવાદિકરૂપે યોગ્ય માત્રાએ આહાર લઈ અધ્યવસાયની નિર્મલતાને વધારવા પૂરત આહાર વાપરવાનું શ્રી એઘિનિયુક્તિમાં નિર્દેશ્ય છે.
આહાર વાપરવાના અંગેના હેય-ઉપાદેય પ્રકારે કે જે આ જ પુસ્તકના પ્રથમ વિભાગમાં વર્ણવેલ છે તે જરૂર ધ્યાનમાં રાખવા જોઈએ. તેમજ આહાર વાપરવામાં સુરસુર કે ચબરાબ જેવા શબ્દ કરવા, નીચે દાણા વેરવા-આદિ અજયણાને પણ ત્યાગ કરવો ઘટે.
વળી આહાર વાપરવામાં જ્ઞાનધ્યાનાદિમાં સહાય બને તે રીતે શરીરને ટકાવનું ધ્યેય ભૂલાવું ન જોઈએ. આ જ કારણે જ્ઞાની ભગવતેએ વિગઈએ પણ જ્ઞાની–ગુરુની નિશ્રા-આજ્ઞા મુજબ જ વાપરવાનું વિધાન કર્યું છે, નહિં તે મારણના ઉપયેગને ન જાણનાર જેમ રસાયણના ઉયોગથી અનર્થ ઉઠાવે છે, તેમ વિગઈઓને સ્વતંત્ર ઉપયોગ પણ બ્રહ્મચર્યની ગુપ્તિમાં દૂષણ લગાડી સંયમમાર્ગને અવ્યસ્થિત બનાવી મૂકે છે.
માટે આત્મિક-જ્ઞાનાદિ–ગુણેને વિકસાવવા કરાતી સંયમરાધનામાં સહાયક બને તે રીતે ફક્ત શરીરના નિભાવ માટે જ (સ્વાદ વાસનાઓની પૂર્તિ માટે નહિં) શાસ્ત્રીય મર્યાદા મુજબ આહાર વાપરવા ઉપગવંત બનવું જરૂરી છે.
૧ જેનું વર્ણન આ જ પુસ્તકના (પા. ૧૦૨ થી ૧૦૪) માં આવી ગયેલ છે.