________________
ARRAF
સ્વા....ધ્યા.....
સયમની વિશુદ્ધિ અને અધ્યવસાયાની નિર્મીલતા આદિ ટકાવવા માટે વિવેકી આત્માએ જગતવત્સલ ઉપકારી જ્ઞાની ભગવતાએ પ્રરૂપેલ સુંદર હિતકર વચનોને સ્વાધ્યાયાદિદ્વારા નિરતર ઉપયાગમાં રાખવા જરૂરી છે.
કારણ કે આરાધનાનેા આધાર આંતરિક પરિણામની નિર્મલતા પર વધુ છે. આ ઉપરથી ચાલુ માહ્યક્રિયાઓની અનાવશ્યકતા સમજવાની નથી. કારણ કે ક્રિયાએ આંતરિક પરિણામને મર્યાદિત રીતે ટકાવવા માટે કરવી જરૂરી છે, પણ ક્રિયાઓના માચરણ વખતે યથાશક્ય આશય-પરિણામની વિશુદ્ધિ ટકાવવાથી વધુ લાભ મળે છે, માટે મુમુક્ષુએ નિર તર સ્વાધ્યાયાદિમાં તત્પર રહેવું જોઈએ.
શાસ્ત્રામાં સ્વાધ્યાયની મહત્તા એટલે સુધી વર્ણવી છે કે કાર્ડ સ્વાધ્યાય-જ્ઞાનધ્યાનાદિ નિરપેક્ષ અની; બાહ્ય તપ ઉપર વધુ ઝોક આપી, માસખમણુ સુધી આચરે, પશુ તેના કરતાં શક્તિના અભાવે રાજ આહાર વાપરનાર છતાં હૃદયમાં તપ પ્રત્યે અપૂર્વ બહુમાન અને પોતાની કાયરતાના અપાર પશ્ચાત્તાપપૂર્વક તેવા અંતરાયભૂત કર્મોની નિર્જરા માટે સ્વાધ્યાયજ્ઞાન–ધ્યાનાદિમાં પ્રવૃત્તિ કરનાશ જ્ઞાનીની દૃષ્ટિએ વધી જાય છે..
આ ઉપરથી તપસ્યાની વ્યર્થતા કે ખાઈ-પીને થાડાક સ્વાધ્યાય કરીને મન મનાવવાની વિચારણા કરવાની નથી.