________________
સયારિ ના પાક અંગે
: ૧૭ :
મકાનને સ્વચ્છ રાખવા માટે બે વખત કચરો કાઢવાની વ્યાવહારિક પ્રણાલિકાની જેમ બને સમય પ્રતિકમણની ક્રિયા આવશ્યક શબ્દથી અવશ્ય (ફરજરૂપે) કરવા લાયક જણાવી છે.
માટે વિવેકી આત્માએ આ ક્રિયા વખતે પૂર્ણ તન્મયતા કે એકાગ્રતા જાળવવા દત્તચિત્ત બની જવાને ઉપયોગ રાખો જોઈએ.
આંતરનિરીક્ષણના રહસ્યને જ્ઞાની શાસ્ત્રકારોએ રેજની ચાલુ પ્રણાલિકામાં અજબ રીતે ગોઠવ્યું છે, કે જેને લાભ ઓછું ભણેલ પણ પ્રાણી વૃત્તિઓને કેન્દ્રિત કર્યેથી સહજ મેળવી શકે છે. આવી ઉત્તમ ક્રિયા કરતાં મહાપુરુષોની મર્યાદાને ધ્યાનમાં રાખી પૂર્ણ સ્વસ્થચિત્તે આત્મિક પરિણતિને જ્ઞાની ભગવંતેના વચનમાં ગોઠવી દેવી જોઈએ.
જેમ મંત્રસાધના કરનારે એકાગ્ર ચિત્તે પિતાનું કાર્ય કરવા તત્પર બને છે, તેનાથી પણ વધુ તૈયારી આવશ્યક ક્રિયાએમાં ચિત્તને સ્થિર કરવા મુમુક્ષુની હોવી ઘટે.
આ ઉપરથી ટૂંકમાં સમજવાનું એટલું જ કે–આવશ્યક ક્રિયા કરતાં પૂર્ણ સ્વસ્થચિત્ત, વચન-કાયા ઉપર પૂર્ણ સંયમ અને આંતરિક ભક્તિપૂર્ણ બહુમાન કેળવવાથી આરાધના સુંદર સ્વરૂપે ઝળકી ઉઠે છે.
૨. ખમાસમણની ૧૭ પ્રમાજના પ્રથમ “રૂછામ થી બિસહિયા” સુધી બે હાથ જોડી બાલવું,