________________
: ૧૨
મુહપતિનાં પચાસ બેલ ઉપર મુજબના પચીશ આવશ્યક વાંદણાં દેતી વખતે શક્તિસંપન્ન આત્માએ સાચવવા જરૂર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે છતી શક્તિએ આ આવશ્યકેને ન સાચવવાથી કરાતી વંદનાદિ ક્રિયાનું નિર્જર ફલ ન મળવાની વાત ગુરૂવંદન ભાષ્યની ઓગણીશમી ગાથામાં છે.
માટે છતી શક્તિએ વાંદણામાં આવશ્યકેની સાચવણી રાખવા દરેક મુમુક્ષુએ ધ્યાન રાખવું જરૂરી છે.
૪ મુહપત્તિના પચાસ બેલ મુહપત્તિનું પડિલેહણ કરવામાં બેલાતા પચાસ બેલના બે વિભાગ પડે છે. મુહપત્તિની પડિલેહણાના પચીસ બોલ અને મુહપત્તિ-રજોહરણથી કરાતી દેહ પ્રમાજનના પચીસ બેલા એમ બને થઈ મુહપત્તિના પચાસ બેલ થાય છે.
મુહપત્તિની પડિલેહણના પચીસ બેલા પ્રથમ મુહપત્તિના બને છેડા સન્મુખ રાખી-“સૂત્ર બેલિવું પછી ડાબા હાથ ઉપર મુહપત્તિ નાંખી ડાબા હાથે પકડેલ છેડે જમણા હાથે અને જમણે હાથે પકડેલ છે ડાબા હાથે પકડી મુહપત્તિ સામે જોતાં “અર્થ તવ કરી સદહું” બોલવું.
ઉપરનું બોલતાં મુહપત્તિનું દષ્ટિ-પડિલેહણ કરવું.
પછી મુહપત્તિને ડાબા હાથ ઉપર નાંખી, તેના એક છેડાને જમણા હાથે પકડી, આખી મુહપત્તિને ત્રણવાર ઊભી નીવવારૂપે પડવાની-ખંખેરવા જેવી ક્રિયા કરતી વખતે