________________
ભવાભિનંદીનાં લક્ષણ
: ૧૪૩ :
હોવાની માન્યતાના કારણે બીજા પાસે વધુ વિષયે પગની સામગ્રી નિહાળી અદેખાઈ કરવી, બીજાની આબાદી કે ચઢતી દશા સાંખી ન શકવી, પુણ્યકર્મની વિચિત્ર લીલા વિસરી જઈ પિતા કરતાં બીજે કેમ વધુ આબાદી ભેગવે ?” ઈત્યાદી હલકટ વિચારે પિદા થવા.
- પ. ભયવા–સાંસારિક જડ પદાર્થો પરની વધુ મમતાના કારણે “રખેને કેઈ આ લઈ ન જાય! કેઈ લૂંટી ન લઈ જાય” આદિ વ્યાકુલતાથી-નિતાંત ભયવિહુવલ દશા અનુભવવી, તથા શુભાશુભકર્મના વિપાકાનુસાર જગના પદાર્થોની પરિણતિ થવાનું ભાન ન હોવાના કારણે મળેલા જગતના પદાર્થોને આત્માધીન રાખવા નિરંતર વ્યાકુલતા થવી.
૬. શઠ–કર્મોના બંધનની વિષમતા ભૂલી જઈ ગમે તેમ જગના પદાર્થો વધુ પ્રમાણમાં મેળવવા વિચાર, ઉચ્ચાર અને આચારમાં વિસંવાદી વર્તન રાખી ઠગબાજી-દંભ-પ્રપંચ-માયા આદિ સેવી મેહવાસનાને પૂર્ણ કરવા ધૂની પ્રવૃત્તિ કરવી, તથા જગમાં બાહ્ય દષ્ટિએ અધમીં–પાપી તરીકે નહિં ઓળખાવવા સદગુણેને ઓળ-દેખાવ રાખ.
૭. અજ્ઞ–અનાદિકાલીન મેહવાસનાને આધીન બની સુખ શાંતિ પ્રાપ્ત કરવા અર્થે તનતોડ પ્રયત્ન, હાડમારી અને દેડધામ કરવા છતાં પરિણમે નિતાંત દુઃખદાયી કર્મોના બંધનમાં પોતે ફસાઈ જવું, આ જાતની પરિસ્થિતિ અજ્ઞાનદશા-સદુપાયની જાણકારી ન હોવી–ના કારણે જ ઊભી થાય છે, અને પિતાની જ પ્રવૃત્તિઓ પોતાને દુઃખી બનાવનારી નિવડે છે.