________________
: ૧૪૪ :
પ્રમાદની વ્યાખ્યા ( ૮. નિષ્ફલઆરંભી–તસ્વાતત્ત્વ-હે પાદેયને વિવેક નહિ હોવાના કારણે શુભાનુષ્ઠાને કે વ્યાવહારિક પ્રવૃત્તિઓ તમામ લગભગ “આંધળી દળે ને કુતરું ચાટે” ની જેમ નિષ્ફળ જેવી કરવી કે બનાવી દેવી. કારણ કે સન્માર્ગ કે સદુપાયની જાણકારીના બદલે મિથ્યા–ઉપાયમાં સદુપાયની બુદ્ધિ હોવાથી ફલતઃ તમામ પ્રવૃત્તિ કેવલ શ્રમ-ખેદ ઉપજાવનારી થાય છે. શુદ્ધ શ્રદ્ધાન વિનાની ક્રિયા “છાર પર લપણ” જેવી હેઈ આશયશુદ્ધિના અભાવે સુંદર પ્રવૃત્તિ પણ આભાસરૂપ જ નિવડે છે.
ઉપર મુજબના ભવાભિનંદી જીની માનસિક દશાને આછો ખ્યાલ આપનારા લક્ષણે વાંચી-વિચારી પ્રત્યેક આરાધક આત્માએ યથાશક્ય પ્રયત્ન અને ભૂમિકામાંથી આમાંના કેઈપણ દૂષણને પહેલી તકે દૂર કરવા પ્રયત્નશીલ થવું જોઈએ.
પ્રમાદની વ્યાખ્યા અનંત પુણ્યરાશિએ પણ મળેલી ધર્મારાધન સામગ્રીને સદુપયેાગ કરી જીવન સફળ બનાવવાની સેનેરી પળ ઘણી વાર આરાધક આત્માએ ગુમાવી બેસે છે, તેમાં મુખ્યતઃ પ્રમાદ જ કારણભૂત હોય છે, પણ અહીં પ્રમાદ કયા સ્વરૂપમાં ધર્માભિમુખ થતા આપણા માનસને પાછું પાડવા આવી ઊભું રહે છે, જાણ્યા વિના વિવેકી પ્રાણુ યથાચિત પ્રવૃત્તિમાં ઉદ્યત થઈ શકતું નથી, માટે અહીં પ્રમાદને મુખ્યાર્થ જણાવી સામાન્યતઃ સુસ્તી-આળસ કરવારૂપના પ્રચલિત અર્થને ધર્મારાધનામાં અપ્રસ્તુત જણાવેલ છે.