________________
" અશુચિસ્થાનોમાં ઉપજનારા ૯
સંમૂર્ણિમ જીવો છે - સાધુ અને સાધ્વીને જયણા પ્રધાન રીતે સંયમ પથે ચાલવા માટે ગૃહસ્થ કરતાં વધુ સાવધાની અને સાપેક્ષ ઉપ
ગશીલ પ્રવૃત્તિઓ કરવાની શિક્ષા (આસેવન શિક્ષા) ગુરુનિશ્રાએ સંયમ પાલન કરવા માટે મહત્ત્વનું અંગ છે.
તેથી વાપરવામાં, શરીર સંબંધી અનેકવિધ બાધાઓને નિવારવામાં, કપડાં ધોવામાં અને તે લૌકિક કાર્યોમાં સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરવી સંયમીઓનું મુખ્ય કર્તવ્ય છે. અન્યથા આપણા જરા અનુપગ કે બેદરકારીથી અસંખ્ય સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીની અનર્થક હિંસાના ભાગીદાર થવું પડે છે.
માટે નીચેના ચૌદ સ્થાનેની જાણકારી મેળવી તે તે પ્રવૃત્તિઓમાં અનુપયેગથી થતી હિંસા અસંયમ આદિથી બચવા માટે પ્રયત્ન કરે જરૂરી છે અને ગુરુ નિશ્રાએ યોગ્ય જયણનું પાલન કરવું હિતાવહ છે.
નીચેના ચૌદ સ્થાનમાં સંમૂછિમ પંચેન્દ્રિય જીવે સમયે સમયે અસંખ્ય ઉપજે અને વ્યવે છે.
૧ વિષ્ટામાં ૨ પેશાબમાં ૩ શ્લેષ્મમાં ૪ વમનમાં ૫ પિત્તમાં ૬ પરૂમાં ૭ લેહીમાં ૮ વીર્યમાં ૯ વીર્ય પુગલોમાં ૧૦ નાસિકાના મેલમાં ૧૧ મૃતકલેવરમાં ૧૨ સ્ત્રી પુરુષના સંગે ૧૩ નગરના ખાળ-ગટરમાં ૧૪ સર્વ અશુચિ સ્થાને માં.
શ્રી પ્રજ્ઞાપના, જીવાભિગમ આદિ આગમ ગ્રંથોમાં આ વાતનું અત્યંત મહત્ત્વપૂર્ણ વર્ણન છે.