________________
: ૧૩૮ :
કિયાના આઠ દોષ પ્રત્યેક ધર્મક્રિયાના આસેવન પ્રસંગે નિષ્કારણબંધુ વીતરાગ પરમાત્માની નિતાંત કલ્યાણકર ઉપકારબુદ્ધિના સ્મરણપૂર્વક વિશુદ્ધભાવની પ્રધાનતા અને સંવેગરંગની વૃદ્ધિ સાથે અત્યુત્કટ પ્રાદ-હર્ષને અનુભવ કરે. આના આસેવનથી ધર્મક્રિયાઓનું યથાર્થ ફલ સંપૂર્ણપણે પ્રાપ્ત થાય છે.
આ અનુષ્ઠાનેમાં પ્રથમના ત્રણ અપ્રશસ્ત-ખરાબ (વર્જવા લાયક) છે, તેમાં પણ પ્રથમના બે તે વધુ અનર્થ કરનારાં છે. ચોથું અનુષ્ઠાન ભાવની શુભતાના કારણે કંઈક સારું છે અને પાંચમું અનુષ્ઠાન વાસ્તવિકપણે આત્માને આરાધકભાવ પ્રાપ્ત કરાવી ક્રિયાઓનું મુખ્ય ફલ આપનારું હોઈ સર્વશ્રેષ્ઠ ઉપાદેય છે.
ક્રિયાના આઠ દોષ આત્મકલ્યાણની સાધના કરાવનારી ધર્મની ક્રિયા કરવાના પ્રસંગે હાર્દિક પરિણામેની વિશુદ્ધિ-ચોકસાઈના આધારે વિશિષ્ટ ફલની પ્રાપ્તિ શાસ્ત્રકારોએ નિર્દેશી છે, તેથી અહીં ક્રિયા વખતે રહેનારા મમાલિન્યના કારણે લાગતા દેશે જણાવ્યા છે, તે ધ્યાનમાં લઈ યથાશક્ય પ્રયત્ન તેને પરિહાર કરી ધર્મક્રિયાની આસેવના કરવી ઘટે. " રોગથાન-જાનાચાર
युक्तानि हि चित्तानि, प्रपञ्चतो वर्जयेन्मतिमान् ॥ १ ॥ ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, બ્રાન્તિ, અન્યમુદ્દ, રેગ અને આસંગથી થતા ચિત્તના દુષ્ટ અધ્યવસાયે વિવેકી-બુદ્ધિશાલી પ્રાણીએ સદંતર વજેવા ઘટે.